Connect Gujarat
ગુજરાત

તાપી: દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં નવા નીરની આવક

મહારાષ્ટ્રમાં વરસાદને લઈને ઉકાઈ ડેમમાં નવા નીર, પાણીની આવક થતા ડેમની સપાટીમાં વધારો.

X

ઉપરવાસમાંથી પાણીની આવક થતાં દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈડેમમાં નવા નીરની આવક શરૂ થઈ ગઈ છે.

મહારાષ્ટ્રમાં પડી રહેલા અવિરત વરસાદને પગલે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈડેમમાં નવા નીરની આવક શરૂ થઈ ગઈ છે. મહારાષ્ટ્રના હાથનુર અને પ્રકાશા ડેમમાં પાણીની આવક થતાં આજે સવારથી ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. હાથનુર ડેમના તમામ 41 ગેટ ખોલી 1 લાખ 30 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. પ્રકાશા ડેમમાંથી 50 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલમાં ઉકાઈ ડેમમાં 1,37,067 ક્યુસેક પાણીની આવક છે જ્યારે ઉકાઈડેમની સપાટી 316.71 ફૂટ છે. ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે.

Next Story