તાપી: આદિવાસી મહિલાએ ઓર્ગેનિક વર્મી કમ્પોસ્ટ ખાતરનું ઉત્પાદન કરી વર્ષે રૂ. 5 લાખની આવક મેળવી

પશુપાલન સાથે ઓર્ગેનિક વર્મી કમ્પોસ્ટ ખાતરનું ઉત્પાદન કરી વર્ષે 5 લાખ જેટલી આવક મેળવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી માનભેર જીવી રહ્યા છે

New Update
તાપી: આદિવાસી મહિલાએ ઓર્ગેનિક વર્મી કમ્પોસ્ટ ખાતરનું ઉત્પાદન કરી વર્ષે રૂ. 5 લાખની આવક મેળવી

"નારી તું ન હારી " જી હા એક મહિલા આજના આધુનિક જમાના માં ધારે તો શું ન કરી શકે તેવીજ રીતે કંઈક કરી બતાવવાની નામ સાથે તાપી જિલ્લાની એક આદિવાસી મહિલાએ કરી બતાવ્યું છે તેમણે પશુપાલન સાથે ઓર્ગેનિક વર્મી કમ્પોસ્ટ ખાતરનું ઉત્પાદન કરી વર્ષે 5 લાખ જેટલી આવક મેળવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી માનભેર જીવી રહ્યા છે

તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ઉંચામાળા ગામે રહેતા 50 વર્ષીય જસુબેન ચૌધરી જે માત્ર ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે આ મહિલાએ શરૂઆતમાં ખેતી સાથે પશુપાલન ક્ષેત્રમાં ઝંપલાવ્યું અને સફળતા બાદ ઓર્ગેનિક વર્મી કંપોસ્ટ ખાતર બનાવાની શરૂઆત કરી હતી. આ ખાતર મહિલા આંબાવાડીનો કુચો અને ગાય ભેંસના મળમૂત્ર માંથી બનાવે છે અને પોતાના ખેતર સહિત આજુબાજુના ગામોમાં વેચાણ કરી વર્ષે દિવસે 5 લાખની આવક મેળવી ઘર પરિવારનું ગુજરાન ચલાવી માનભેર જીવી રહી છે

જશું બહેન દ્વારા બનાવવામાં આવતા આ વર્મી કંપોસ્ટ ખાતર ઓર્ગેનિક હોવાના કારણે જેમ જેમ આજુબાજુના ગામોમાં ખેડૂતોને ખબર પડે તેમ તેઓ પણ અહીં લેવા માટે આવી રહ્યા છે અને ખાતરનો ઉપયોગ કરી પોતાનો પાક મબલખ રીતે લઈ રહયા છે

એક મહિલા ધારે તો શું ન કરી શકે એ કહેવત આજે જશું બહેનએ સાર્થક કરી છે અને તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ઉંચામાળા ગામની જસુબેન ચૌધરી વર્ષે દહાડે સારી આવક મેળવી પોતાનું અને પોતાના પરિવાર નું ગુજરાન માનભેર ગુજારી રહી છે

Latest Stories