થરાદમાં BSF કેમ્પમાં કોરોના વિસ્ફોટઃ 52 જવાનોને થયો કોરોના

New Update

નાગાલેન્ડથી 1000 જવાનોની ટુકડી બનાસકાંઠાના સુઇગામ ખાતે આવી છે. સરકારી ગાઈડલાઈન અને BSFના પ્રોટોકોલ મુજબ અન્ય રાજયમાંથી આવેલા તમામ જવાનોની આરોગ્ય ચકાસણી કરાઈ હતી.

થરાદ આવેલા નાગલેન્ડના બીએસએફ જવાનો કોરોના પોઝીટીવ આવ્યા છે. ટોટલ 433 જવાનોના ટેસ્ટ કરતા 52 જવાનો પોઝીટીવ આવ્યા છે. બટાલિયનના 52 જવાનોને થરાદ મોર્ડન સ્કૂલમાં કરાયાં આઇસોલેટ કરાયા છે. જવાનો પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયા છે.

નોંધનીય છે કે, નાગાલેન્ડથી 1000 જવાનોની ટુકડી બનાસકાંઠાના સુઇગામ ખાતે આવી છે. સરકારી ગાઈડલાઈન અને BSFના પ્રોટોકોલ મુજબ અન્ય રાજયમાંથી આવેલા તમામ જવાનોની આરોગ્ય ચકાસણી કરાઈ હતી. જેમાંથી કેટલાકને શંકાસ્પદ લક્ષણો જણાતા આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલી આપ્યા હતા.

ગુજરાતમાં કોરોનાના (Gujarat Corona Cases) કેસ ઘટી રહ્યા છે. છેલ્લા થોડા દિવસોથી એક પણ જિલ્લામાં ડબલ ડિજિટમાં કેસ નથી નોંધાયો. રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં (Coronavirus Second Wave) નવા કેસમાં સતત ઘટાડો છે. રાજ્યના ઘણા જિલ્લામાં શૂન્ય કેસ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 24 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 74 દર્દીએ કોરોનાને માત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.72 ટકા થયો છે.  થરાદમાં BSF કેમ્પમાં કોરોના વિસ્ફોટઃ 52 જવાનોને થયો કોરોના

Latest Stories