બનાસકાંઠા : ધનપુરા નજીકથી કારમાં સળગેલી હાલતમાં મળેલ મૃતદેહનો મામલો, માસ્ટર માઈન્ડના ક્રાઈમ પ્લાનનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો...

વડગામ તાલુકાના ધનપુરા નજીકથી કારમાં સળગેલી હાલતમાં મળેલ મૃતદેહ મામલે માસ્ટર માઈન્ડના ક્રાઈમ પ્લાનનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢ્યો

New Update
Advertisment
  • ધનપુરા નજીકથી કારમાં મળેલ મૃતદેહનો મામલો

  • સળગેલી હાલતમાં મળ્યો હતો પોલીસને મૃતદેહ

  • માસ્ટર માઈન્ડના ક્રાઈમ પ્લાનનો ભેદ પોલીસે ઉકેલ્યો

  • વીમાના રૂપિયા પરિવારને મળે તેવો માસ્ટર પ્લાન ઘડ્યો

  • પોતાની હોટલમાં કામ કરતાં યુવકની કરી હતી હત્યા

Advertisment

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ધનપુરા નજીકથી કારમાં સળગેલી હાલતમાં મળેલ મૃતદેહ મામલે માસ્ટર માઈન્ડના ક્રાઈમ પ્લાનનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢ્યો છે.

ગત તા. 27 ડિસેમ્બર-2024ના રોજ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ધનપુરા નજીકથી કારમાં સળગેલી હાલતમાં એક મૃતદેહ મળ્યો હતો. જે બાબતની પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરતા સમગ્ર મામલે ઢેલાણા ગામના ભગવાનસિંહ પરમારે પોતાનો વીમો પકવવા અને દેવુ ભરપાઈ થઈ જાય તે માટે ક્રાઈમ પ્લાન ઘડ્યો હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસે 5 સાગરીતોની ધરપકડ કરી રિમાન્ડ મેળવતા ભગવાનસિંહ પરમાર સાથે તેઓએ પહેલા ઢેલાણા ગામના સ્મશાનમાંથી એક મૃતદેહ બહાર કાઢ્યો હતોતેમાં સફળતા ન મળતા તે મૃતદેહને અન્ય જગ્યાએ લઈ જઈને સળગાવી દીધો હતો.

તે બાદ અન્ય એક મૃતદેહ બહાર કાઢીને તેને પણ ફરી દાટી દીધો હતોઅને ત્યારબાદ ભગવાનસિંહ પરમારની હોટલમાં કામ કરતા યુવક રેવા ગામતીની હત્યા કરી સળગાવી દીધાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. એટલું જ નહીંમૃતદેહને કારમાં મુકીને કાર સાથે જ સળગાવી દઈ સમગ્ર મામલાને અંજામ આપ્યાની કબૂલાત કરી હતી.

Latest Stories