New Update
નર્મદા જિલ્લાના કેવડિયા ખાતેના મ્યુઝિયમમાં ચોરીના આરોપસર બે આદિવાસી યુવાનોને મારમારવામાં આવ્યો હતો, અને બંને યુવકો મોતને ભેટ્યા હતા,આ ઘટનાને પગલે આદિવાસી સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો.આજરોજ બંને યુવાનોને શ્રદ્ધાંજલિ આપવાના અગાઉ જ ધારાસભ્ય ચૈતર વસાવાને પોલીસે નજર કેદ કરી લેતા રાજકારણ ગરમાયું હતું.
નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આદિવાસી મ્યુઝિયમમાં બે યુવાનોના મોતનો મામલે રાજકારણ ગરમાયુ છે. આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા મોટી સંખ્યામાં કેવડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અને મોટી સંખ્યામાં આપ અને કોંગ્રેસના કાર્યકરો આવવાના હતા. જોકે નર્મદા પોલીસે શ્રદ્ધાંજલિ અને રેલી કાઢવાની પરમિશન આપી નહતી. જેના કારણે આપ અને કોંગ્રેસના કાર્યકરોમાં નિરાશા વ્યાપી ગઈ હતી.
આ કાર્યક્રમ પહેલા જ બોગજમાં ધારાસભ્ય ચૈતર વસાવાને પોલીસે રાજપીપળા આવતા રોકી લીધા હતા.અને તેમના ઘરે જ બોગજ ગામે પોલીસે ધારાસભ્ય ચૈતર વસાવાને નજર કેદ કર્યા સાથે નર્મદા પોલીસે તમામ ચેકપોસ્ટમાં પોલીસ ખડકી દીધી હતી, અને તમામની ચકાસણી કરી જ કેવડિયા તરફ જવા દેવામાં આવી રહ્યા છે. કોઈ મોટી ઘટના ન બને તે માટે પોલીસે બંદોબસ્ત પણ ખડકી દીધો હતો.
બીજી બાજુ સાંસદ મનસુખ વસાવાએ મીડિયા સમક્ષ તીખી પ્રતિક્રિયા આપી હતી.
Latest Stories