-
કેન્દ્ર સરકારે લોન્ચ કર્યું હતું ઈ-નામ પોર્ટલ
-
ઈ-નામ પોર્ટલ ખેડૂત માટે બન્યું આશીર્વાદરૂપ
-
ગુજરાતના લાખો ખેડૂતો પોર્ટલનો લઇ રહ્યા છે લાભ
-
ખેડૂતોને પોર્ટલથી વિશાળ બજારનો મળી રહ્યો છે લાભ
-
ઓનલાઇન વેચાણના પગલે પરિવહન ખર્ચમાં થયો ઘટાડો
ભારતના કૃષિ બજારમાં ક્રાંતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે 2016માં કેન્દ્ર સરકારે ઈ-નામ પોર્ટલ લોન્ચ કર્યું હતું.આ પોર્ટલનો લાભ ગુજરાતના લાખો ખેડૂતો લઈ રહ્યા છે.આ પોર્ટલના પરિણામે ખેડૂતોને વિશાળ બજારનો લાભ મળી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.
ભારત સરકાર દ્વારા કૃષિ બજારમાં ક્રાંતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે વર્ષ 2016માં ઈ-નામ પોર્ટલ લોન્ચ કર્યું હતું,આ પોર્ટલે ખેડૂતો અને વેપારીઓ માટે આધુનિક અને પારદર્શક માર્કેટયાર્ડની વ્યવસ્થા ઉભી કરી છે. આ વ્યવસ્થાથી ખેડૂતોની આવકમાં વૃદ્ધિ થઈ રહી છે.ઈ-નામ પોર્ટલથી ખેડૂતોને સીધો લાભ થઈ રહ્યો છે.
ભાવનગરના કિશોર ચૌહાણનું કહેવું છે કે ઓનલાઈન વેચાણથી તેમની આવકમાં વૃદ્ધિ થઈ છે. જ્યારે ખેડૂત મનસુખભાઈ કહે છે કે ઈ-નામ પોર્ટલથી વેચાણના કારણે ખર્ચ ઘટ્યો છે,અને નફો વધ્યો છે.ઈ-નામ પોર્ટલથી ખેડૂતો સાથે વેપારીઓને પણ લાભ થઈ રહ્યો છે. વેપારી હર્ષદભાઈ સોલંકી કહે છે કે ઈ-નામ પોર્ટલથી ઓનલાઇન વેચાણના પગલે પરિવહન ખર્ચમાં ઘટાડો થયો છે.જ્યારે ઈ-નામ પોર્ટલએ ભારતીય કૃષિમાં ડિજિટલ ક્રાંતિ લાવી રહ્યું છે.આ પોર્ટલ ભારતના કૃષિ બજારને વધુ કાર્યક્ષમ,પારદર્શક અને નફાકારક બનાવવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે.