શ્રાવણ મહિનાના પ્રારંભ પ્રસંગે જ સોમનાથ મંદિર ટ્રસ્ટના કર્મચારીઓનું સેટલમેન્ટના મુદ્દે વિરોધ પ્રદર્શન

શ્રાવણ માસના પ્રારંભ સમયે જ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના કમર્ચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે,

New Update

શ્રાવણ માસના પ્રારંભ સમયે જ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના કમર્ચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છેપોતાના પડતર પ્રશ્નને લઈને કર્મચારીઓ હવે ટ્રસ્ટની નીતિ સામે વિરોધ નોંધાવી રહ્યા છે.

શ્રાવણ માસના પ્રારંભ સાથે કર્મચારીઓએ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટને ચિંતાગ્રસ્ત અવસ્થામાં મૂકી દીધું છે.પોતાના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે કર્મચારીઓ ટ્રસ્ટ સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. અને ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ કમર્ચારીઓ વિરોધ પ્રદર્શનમાં ઉતર્યા છેછેલ્લા 15 મહિનાથી તેમના વેતનના સેટલમેન્ટ અંગેનો નિર્ણય ટ્રસ્ટ દ્વારા ટલ્લે ચઢાવી દીધો હોવાથી કર્મચારીઓએ ટ્રસ્ટ સામે વિરોધનું શસ્ત્ર ઉગામ્યું છે,અને જ્યાં સુધી તેમના પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આખા શ્રાવણ માસ દરમિયાન કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ કરશે તેમ જાણવા મળ્યું છે.અને તેમછતાં પણ ટ્રસ્ટ દ્વારા કોઈ ઉકેલ લાવવામાં નહીં આવેતો આવનાર સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ કર્મચારીઓએ ઉચ્ચારી હતી.

સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા અને પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ હિરા જોટવા પણ કર્મચારીઓના સમર્થનમાં આવ્યા હતા.અને વિરોધ પ્રદર્શન કરી રહેલા કર્મચારીઓને યોગ્ય ન્યાય મળે તે માટે પ્રયાસ કરવાનું જણાવ્યું હતું.

 

Latest Stories