Connect Gujarat
ગુજરાત

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે અદભુત નજારો જોવા મળ્યો,જુઓ વિડીયો

હિન્દૂધર્મની આસ્થાનું પ્રતીક એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે આજે રાત્રીના 12 કલાકે અદભુત નઝારો જોવા મળ્યો હતો.

X

હિન્દૂધર્મની આસ્થાનું પ્રતીક એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે આજે રાત્રીના 12 કલાકે અદભુત નઝારો જોવા મળ્યો હતો. કાર્તિકી પૂર્ણિમાની રાત્રીએ ચંદ્ર, સોમનાથનાં શિખર પરનું ત્રિશુલ અને સોમનાથ શિવલિંગ એક જ ક્ષિતિજમાં આવ્યા હતા.

કાર્તિકી પૂર્ણિમા પર સોમનાથમાં રચાતા ખગોળીય સંયોગના દર્શને દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવે છે. કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રીએ 12 વાગ્યે ચંદ્ર સોમનાથ મંદિરના શિખર પર આવે છે અને એ સમયે ધ્વજ દંડ, ત્રિશુલ અને સોમનાથનું શિવલિંગ એકજ સીધી લીટીમાં આવતા અલભ્ય નજારો જોવા મળે છે.12 વાગ્યે થોડી મિનિટો માટે આ તમામ તત્વો એક સીઘી લીટીમાં આવે છે. વર્ષમાં એક જ વખત થોડા સમય માટે બનતા આ યોગનાં દર્શને અનેક ભાવિકો સોમનાથ દાદાનાં દર્શને પહોંચ્યા હતા

Next Story