Connect Gujarat
ગુજરાત

કરછ: વર્ષ 1971ના ભારત-પાક યુદ્ધમાં માધાપરની વીરાંગનાઓનું અદભૂત શૌર્ય

આ યુદ્ધમાં ભુજ તાલુકાના માધાપરની વીરાંગનાઓનું પણ અનેરું યોગદાન હતું

X

1971માં ભારત - પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધને 50 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આ યુદ્ધમાં ભુજ તાલુકાના માધાપરની વીરાંગનાઓનું પણ અનેરું યોગદાન હતું જેથી માધાપર ખાતે આજે એનસીસી દ્વારા શહીદ વિરજવાનોને યાદ કરી વીરાંગનાઓના કાર્યને યાદ કરવામાં આવ્યા હતા

1971ના યુદ્ધની જો વાત કરીએ તો ભુજ તાલુકાના માધાપર ગામની મહિલાઓએ પાકિસ્તાનના બોમ્બમારાની વચ્ચે રાતોરાત ભુજ એરપોર્ટ પર રન-વે બનાવ્યો હતો જે બાદ વાયુસેનાએ પાકિસ્તાની સેનાનો ખાત્મો બોલાવ્યો હતો ભુજમાં એરસ્ટ્રિપ તૈયાર કરનારી માધાપરની વિરાંગનાઓ સાઇરન વાગતાં જ સૈનિકોની જેમ બંકરમાં છુપાઈ જતી હતી 6 જેટલા પૂલિયાને પણ ગાય-ભેંસના છાણ દ્વારા લીંપણ કર્યું, જેથી દુશ્મનનાં વિમાનો હુમલો ના કરી શકે કારણકે 1971માં ભારત-પાકિસ્તાનના યુદ્ધમાં કચ્છ ખાતે પાકિસ્તાન બોર્ડર પર વાયુસેનાએ મોરચો સંભાળ્યો હતો અને તેવામાં પાકિસ્તાનના બોમ્બમારામાં રનવેને ભારે નુકસાન થયું હતું, આવા સંજોગોમાં માધાપરની મહિલાઓએ ચાલુ બોમ્બમારાની વચ્ચે જોડાઇ અને દિવસ-રાત મહેનત કરીને એરસ્ટ્રિપ તૈયાર કરી હતી પછી વાયુસેનાએ મોરચો સંભાળી લીધો અને પાકિસ્તાનને કરારો જવાબ આપ્યો હતો.જેથી આ વિરાંગનાઓની સાચી કહાની ભુજ-ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા ફિલ્મ 1971ના 50 વર્ષે એટલે કે આજે 13 ઓગસ્ટના ઓટોટી પ્લેટફોર્મ પર રિલીઝ થઇ છે. માધાપર ગામે વીરાગના સ્મારક પણ આવેલુ છે જ્યાં આજે સરપંચ પ્રેમીલાબેન ભુડિયા અને ઉપસરપંચ અરજણ ભાઈ ભુડિયાની હાજરીમાં એનસીસી કેડેટ્સ દ્વારા દેશભક્તિનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો

Next Story
Share it