/connect-gujarat/media/media_files/rL1A3P0mc6RVyg52toy7.jpg)
કોલકાતા મેડીકલ કોલેજમાં એક ટ્રેની ડોક્ટર પર થયેલ બળાત્કાર અને તેની હત્યાની ઘટનાને લઈ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા રાષ્ટ્ર વ્યાપી એક દિવસની હડતાલનું આયોજન કર્યું હતું IMA ઉના, દીવ તે બાબતથી વિદિત છે કે એક દિવસની હડતાલથી દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી શકે એમ છે. પરંતુ જો ડોક્ટર સુરક્ષિત નથી તો તેઓ દર્દીઓની સારવાર અને સેવા કઈ રીતે પુરી પાડી શકે. I.M.A ઉના, દીવ દ્વારા ડે.કલેક્ટરને આવેદન આપી કોલકાતા ખાતે બનેલ અત્યંત દુખદ ઘટનાને વખોડી કાઢી હોસ્પિટલ અથવા અન્ય કોઈપણ સ્થળે આ પ્રકારની ઘટના ન બને તે માટેના સત્વરે પગલાં ​​​​​​​ઓથોરિટી દ્વારા લેવાઈ તે બાબતેની માગ કરી...