કોલકાતાની મેડિકલ કોલેજ ખાતે બનેલા બનાવના સંદર્ભે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને આવેદન પાઠવ્યું

I.M.A ઉના, દીવ દ્વારા ડે.કલેક્ટરને આવેદન આપી કોલકાતા ખાતે બનેલ અત્યંત દુખદ ઘટનાને વખોડી કાઢી આ પ્રકારની ઘટના ન બને તે માટેના સત્વરે પગલાં ​​​​​​​ઓથોરિટી દ્વારા લેવાઈ તે બાબતેની માગ કરી...

author-image
By Connect Gujarat Desk
Province Office Una
New Update

કોલકાતા મેડીકલ કોલેજમાં એક ટ્રેની ડોક્ટર પર થયેલ બળાત્કાર અને તેની હત્યાની  ઘટનાને લઈ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા રાષ્ટ્ર વ્યાપી એક દિવસની હડતાલનું આયોજન કર્યું હતું IMA ઉના, દીવ તે બાબતથી વિદિત છે કે એક દિવસની હડતાલથી દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી શકે એમ છે. પરંતુ જો ડોક્ટર સુરક્ષિત નથી તો તેઓ દર્દીઓની સારવાર અને સેવા કઈ રીતે પુરી પાડી શકે. I.M.A ઉના, દીવ દ્વારા ડે.કલેક્ટરને આવેદન આપી કોલકાતા ખાતે બનેલ અત્યંત દુખદ ઘટનાને વખોડી કાઢી હોસ્પિટલ અથવા અન્ય કોઈપણ સ્થળે આ પ્રકારની ઘટના ન બને તે માટેના સત્વરે પગલાં ​​​​​​​ઓથોરિટી દ્વારા લેવાઈ તે બાબતેની માગ કરી... 

#Indian Medical Association #rape and murder case #Kolkata rape case #Kolkata Doctor Rape-Murder #ઇન્ડિયન મેડિકલ એસોસિએશન
Here are a few more articles:
Read the Next Article