Connect Gujarat
ગુજરાત

શ્રાવણ મહિનો રાજ્યના ST વિભાગને ફળ્યો, રૂ. 14 કરોડની બમ્પર આવક...

શ્રાવણ માસ તહેવારોનો મહિનો છે. જેમાં રક્ષાબંધન, સ્વાતંત્ર્ય દિન, નાગ પાંચમ, સાતમ, આઠમ, નોમ સહિતના તહેવારો ઉપરાછાપરી આવ્યા છે,

શ્રાવણ મહિનો રાજ્યના ST વિભાગને ફળ્યો, રૂ. 14 કરોડની બમ્પર આવક...
X

શ્રાવણ માસ તહેવારોનો મહિનો છે. જેમાં રક્ષાબંધન, સ્વાતંત્ર્ય દિન, નાગ પાંચમ, સાતમ, આઠમ, નોમ સહિતના તહેવારો ઉપરાછાપરી આવ્યા છે, ત્યારે તહેવારોની આ સિઝનમાં ST નિગમે એકસ્ટ્રા સંચાલન કરીને સારી એવી આવક મેળવી છે.

ST નિગમના અધિકારીઓના જણાવ્યા મુજબ, કોરોના કાળ પછી આ વર્ષે ખુબ જ મોટી સંખ્યામાં લોકો ઘરની બહાર નીકળ્યા છે. વિવિધ બસ સ્ટેન્ડ પર હજારોની સંખ્યામાં મુસાફરો જોવા મળ્યા હતા. જેના કારણે નિગમને ૧૪,૨૧,૨૮,૪૭૩ રૂપિયાની જંગી આવક થવા પામી હતી. રાજ્યમાં તહેવારમાં બસોના સંચાલન માટે વિશેષ સ્ટાફ તૈનાત કરવા ૨૪ કલાકનું સંચાલન ચાલુ રાખવાની ફરજ પડી હતી. લોકો બસમાં સીટ કન્ફર્મ કરવા માટે મુસાફરોએ આ વર્ષે એડવાન્સમાં ઓનલાઇન બુકિંગ કરાવ્યું હતું. તા. ૧૦ ઓગષ્ટથી ૨૦ ઓગષ્ટ સુધીમાં ૭,૩૪,૪૨૮ સીટોનું મુસાફરોએ રિઝર્વેશન કરાવ્યું હતું. જેના થકી નિગમને ૧૪,૨૧,૨૮,૪૭૩ રૂપિયાની જંગી આવક થવા પામી હતી. અમદાવાદ અને સુરતથી સૌરાષ્ટ્ર જવા માટે વિશેષ ધસારો જોવા મળ્યો હતો.

દાહોદ, ગોધરા, પંચમહાલ, વડોદરા, ઉત્તર ગુજરાત , મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં બસો દોવાડાઇ હતી. ૩,૨૫,૦૮૦ ટિકિટોનું રિઝર્વેશન મુસાફરોએ મોબાઇલ થકી કરાવ્યું હતું. જેના થકી નિગમને ૫,૯૭,૩૦,૨૩૭ રૂપિયાની આવક થઇ હતી. સામે કોઈ પણ જાતની રઝળપાટ વગર, લાઇનમાં ઉભા રહ્યા વગર કે, સમય બગાડ્યા વગર જ મુસાફરોએ આંગળીને ટેરવે તેમની ટિકિટ રિઝર્વેશન કરાવી લીધી હતી. તો બીજી તરફ ૧,૭૦,૭૯૭ લોકોએ જેતે બસ મથકે જઇને કાઉન્ટર પરથી તેમની ટિકિટ બુક કરાવી હતી.

Next Story