રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 2500ને પાર, આજે 351 નવા કેસ નોધાયા

રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 2500ને પાર થઈ ગયો છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 351 કેસ નોંધાયા છે.

New Update

રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 2500ને પાર થઈ ગયો છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 351 કેસ નોંધાયા છે. જ્યારે 248 દર્દી સાજા થયા છે. રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ ઘટીને 98.90 ટકા થયો છે. તો સતત 12મા દિવસે રાજ્યમાં શૂન્ય મોત નોંધાયું છે.

Advertisment W3.CSS

રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 30 હજાર 479ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 946 રહ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 16 હજાર 967 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 2566 એક્ટિવ કેસ છે, શૂન્ય દર્દી વેન્ટિલેટર પર છે અને તમામ 2566 દર્દીઓની હાલત સ્થિર છે.

Latest Stories