Connect Gujarat
ગુજરાત

પોર્ન ફિલ્મોનું દુષણ, ગુજરાતમાં બાળાઓ રહી છે પીંખાઇ, જુઓ અમારો ખાસ રિપોર્ટ

પોર્ન ફીલ્મો જોઈ હવસ સંતોષવા હવસખોરો હેવાનિયતની તમામ હદો પાર કરી દેતાં હોય છે.

પોર્ન ફિલ્મોનું દુષણ, ગુજરાતમાં બાળાઓ રહી છે પીંખાઇ, જુઓ અમારો ખાસ રિપોર્ટ
X

તહેવારોની ઉજવણી સાથે રાજયમાં બનેલી બે ઘટનાઓએ દરેક વાલીઓને ચિંતામાં મુકી દીધા છે. ગાંધીનગરમાં એક મનોવિકૃતે પોર્ન ફીલ્મો અને દારૂના નશામાં બે દિવસમાં ત્રણ બાળકીઓ સાથે દુષ્કર્મ જયારે સુરતમાં પોર્ન ફિલ્મ જોયા બાદ પાડોશીએ માત્ર અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાંખી...



મોબાઇલ ફોન આજે માનવ જીવનનું અભિન્ન અંગ બની ગયો છે. મોબાઇલની શોધ થયા બાદ ટુંકા ગાળામાં તે જીવનની પ્રથમ જરૂરીયાત બની ગયો.. મોબાઇલ ફોનથી જીવનમાં આમુલ પરિવર્તન આવ્યું તો તેની આડઅસરથી સમાજમાં ગંભીર ગુનાઓ પણ વધી રહયાં છે.. ગરીબ હોય છે માલેતુજાર, દરેકના હાથમાં મોબાઇલ અવશ્ય જોવા મળે છે... મોબાઇલ ફોનની સારી વાતોથી સૌ કોઇ અવગત છે પણ અમે તમને જણાવી રહયાં છે મોબાઇલ ફોનની કાળી બાજુ... મોબાઇલ ફોનમાં વોટસએપ કે અન્ય સોશિયલ મિડીયાના માધ્યમથી અશ્લીલતા પીરસવામાં આવી રહી છે. મોબાઇલ ફોન પર રોજની લાખો- કરોડો પોર્ન ફીલ્મોની કલીપ વાયરલ થતી રહે છે. આ કલીપો થકી લોકોના મનમાં વાસનાનો કીડો સળવળે છે અને હવસ સંતોષવા હવસખોરો હેવાનિયતની તમામ હદો પાર કરી દેતાં હોય છે......

મોબાઇલ ફોનની અનેક નરસી વાતો છે પણ હવે વાત કરીશું ગાંધીનગરમાં બનેલી એક સનસનીખેજ ઘટનાની... બેસતા વર્ષના દિવસે એક ત્રણ વર્ષની બાળકી લાપત્તા બની હતી અને થોડા સમયમાં તેનો મૃતદેહ ગરનાળામાંથી મળી આવ્યો હતો. માસુમ બાળકીની પહેલા હત્યા કરવામાં આવી અને બાદમાં તેના મૃતદેહ સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું.....

ગાંધીનગર જિલ્લામાં આવેલ સાંતેજ ખાતે 3 વર્ષની બાળકી લાપત્તા બની હતી. ગાંધીનગર પોલીસની ટીમો બાળકીને શોધવા માટે કામે લાગી હતી દરમિયાન અન્ય બે બાળકીઓ પણ ગુમ હોવાની માહિતીએ પોલીસની ચિંતા વધારી હતી. પોલીસની વધુ ટીમો કામે લગાડવામાં આવી દરમિયાન એક બાળકીનો મૃતદેહ ખાત્રજ ચોકડી નજીકથી મળી આવ્યો..આ બાળકીની હત્યા બાદ તેના મૃતદેહ સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. હેવાનિયતની તમામ હદો પાર કરી દેનારા આરોપીને ઝડપી પાડવા પોલીસની ટીમોએ કવાયત શરૂ કરી... નિર્જન સ્થળ હોવાથી સીસીટીવી ફુટેજ પણ મળવા મુશ્કેલ હતાં પણ એક ફેકટરીમાં લાગેલા સીસીટીવીમાં એક યુવાન એક બાળકીને બાઇક પર બેસાડીને લઇ જતો જોવા મળ્યો..બસ આ સીસીટીવીએ પોલીસને મહત્વની કડી આપી દીધી હતી. પોલીસે ત્યારબાદ અન્ય સ્થળોએ લાગેલા સીસીટીવીની ફુટેજ તપાસ્યાં જેમાં બાઇક પર વિજય લખેલું હોવાનું પોલીસને જણાયું અને પોલીસે વાંસજડા ગામના વિજય ઠાકોરને દબોચી લીધો હતો. વિજયે બાળકીની હત્યાનો તથા અન્ય બે બાળકીઓ સાથે દુષ્કર્મની કબુલાત કરી...

એક નહિ પણ ત્રણ ત્રણ બાળાઓને પીખી નાંખનારા વિજય ઠાકોરની પોલીસે પુછપરછ આદરી તો ચોંકાવનારી વિગતો બહાર આવી. વિજય પોર્ન ફિલ્મો જોવાનો તથા દારૂ પીવાનો શોખીન હતો.. તેણે દિવાળીના દિવસે પણ એક બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું અને બેસતા વર્ષે ખાત્રજ ચોકડી પાસે બાળકીની હત્યા કરી તેના મૃતદેહ સાથે હવસ સંતોષી હતી. આવો જોઇએ રેંજ આઇજી અભય ચુડાસમા શું કહી રહયાં છે..

ગાંધીનગરમાં જેવો બનાવ બન્યો તેવો જ બનાવ સુરતના વડોદ ગામમાં પણ બન્યો હતો. દિવાળીના દિવસે ઘરના આંગણામાં રમી રહેલી અઢી વર્ષીય બાળકી લાપત્તા બની હતી.સુરતના વડોદ ગામમાં દિવાળીના અવસરે ડીજેનું આયોજન કરાયું હતું એક પિતા તેની બાળકીને લઇને ડીજે જોવા માટે જાય છે અને પિતા પોતાની વ્હાલસોયી બાળકીને વેફરનું પેકેટ અપાવે છે... થોડા જ સમયમાં બાળકી લાપત્તા બની જતાં પરિવારનો જીવ તાળવે ચોંટી જાય છે. પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ પણ બાળકીની શોધખોળ જોતરાય છે. બે દિવસ બાદ તેના ઘરથી 500 મીટરના અંતરે આવેલી અવાવરૂ જગ્યાએથી બાળકીનો મૃતદેહ મળી આવે છે. પોલીસની તપાસમાં બાળકીને તેનો પાડોશમાં રહેતો ગુડ્ડુ યાદવ લઇ જતો હોવાનું જણાય છે. પોતાના મિત્રના ઘરે સંતાયેલા આરોપીને પોલીસ ઝડપી પાડે છે. અઢી વર્ષની બાળકી સાથે જધન્ય કૃત્ય આચરનાર નરાધમ ગુડ્ડુકુમાર યાદવ પરિણીત છે અને બે સંતાનનો પિતા છે. પરિવાર વતન બિહારન ખૈરા મઠીયા ગામ ખાતે રહે છે જયારે છેલ્લા 12 વર્ષથી ગુડ્ડુ સુરતમાં રહે છે. દિવાળીની સાંજે તેણે મોબાઇલમાં પોર્ન વિડીયો જોયા હતા અને ત્યાર બાદ ઘરના આંગણામાં રમી રહેલી બાળકી પર નજર પડતા તેનું અપહરણ કરી બદકામ કર્યાની કબૂલાત કરી હતી.

ગાંધીનગર અને સુરતમાં બનેલાં કિસ્સાઓમાં એક બાબત સામાન્ય જોવા મળી છે અને તે છે પોર્ન ફિલ્મ, બંનેમાં આરોપીઓએ પોર્ન ફીલ્મો જોઇને માસુમ બાળકીઓને પોતાની હવસનો શિકાર બનાવી છે અને બાળકીઓ કોઇને કહી ન દે તે માટે તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી છે. કનેકટ ગુજરાતની ટીમે રાજયના જાણીતા તબીબો પાસેથી આ પ્રકારની મનોવિકૃતિ અને તેના ગંભીર પરિણામો વિશે જાણવાનો પ્રયાસ કર્યો....

હીરાનગરી સુરતમાં રોજબરોજ ગુનાખોરીનું પ્રમાણ વધી રહયું છે અને છેલ્લા ઘણા સમયથી બાળાઓ પર અત્યાચારના બનાવો વધ્યાં છે. ખાસ કરીને શ્રમજીવી પરિવારોના બાળકોને ઉઠાવી જઇ તેમની સાથે દુષ્કર્મ કરાય રહયાં છે. આરોપીઓ પણ શ્રમજીવી પરિવારમાંથી હોવાનું મોટાભાગના કિસ્સાઓમાં સામે આવ્યું છે. અમારા સંવાદદાતા પ્રશાંત ધીવરેએ વાલીઓ તથા સમાજ સેવકોની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો હતો....

મોટા શહેરોમાં દુષ્કર્મની રોજની અનેક ઘટનાઓ બનતી હોય છે. બાળકીઓ સાથે વધી રહેલાં અત્યાચાર વિશે વાલીઓમાં જાગૃતિ લાવવા માટેનો પ્રયાસ અમે કરી રહયાં છે. સરકાર અને પોલીસ વિભાગ પણ પોર્ન ફીલ્મો બાબતે ગંભીરતાથી વિચાર કરે અને વાલીઓ પણ તેમના સંતાનો પણ પોર્ન ફીલ્મોના માધ્યમથી આડા રસ્તે તો નથી જઇ રહયાં તેની કાળજી રાખે તે વર્તમાન સમયની જરૂરીયાત છે. આવા નવા વિષયો સાથે આપની વચ્ચે ફરીથી હાજર થઇશું ત્યાં સુધી મને રજા આપશો....

Next Story