ધોરણ-10, 12ની પુરક પરીક્ષાનું પરિણામ આવતીકાલે થશે જાહેર

ધોરણ 10 અને 12માં મુખ્ય પરીક્ષામાં નાપાસ થયેલા અને પૂરક પરીક્ષા આપેલા વિદ્યાર્થીને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. ધોરણ-10, 12ની પુરક પરીક્ષાનું પરિણામ આવતીકાલે એટલે કે, 29 જુલાઈના રોજ જાહેર થશે.

New Update
CBSE

ધોરણ 10 અને 12માં મુખ્ય પરીક્ષામાં નાપાસ થયેલા અને પૂરક પરીક્ષા આપેલા વિદ્યાર્થીને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. ધોરણ-10, 12ની પુરક પરીક્ષાનું પરિણામ આવતીકાલે એટલે કે, 29 જુલાઈના રોજ જાહેર થશે.

 બોર્ડની વેબસાઈટ પર પુરક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે. બપોરે 12 વાગે બોર્ડની વેબસાઈટ પર જઈ પરિણામ ચેક કરી શકાશે.

 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદીમાં જણાવ્યું છે કે, જૂન-જુલાઇ 2024માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-10 (એસ.એસ.સી) અને સંસ્કૃત પ્રથમાની પૂરક પરીક્ષા તથા ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાની પૂરક પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટwww.gseb.org પર તા. 29/07/2024ના રોજ બપોરે 12:00 કલાકે જાહેર કરવામાં આવશે.

Latest Stories