રાજ્યમાં યોજાતા લોકમેળા અને આનંદ મેળાઓના આયોજકો માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ અને રાહતભર્યો નિર્ણય કર્યો જાહેર

રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં યોજાતા લોકમેળા અને આનંદ મેળાઓના આયોજકો માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ અને રાહતભર્યો નિર્ણય જાહેર કર્યો છે. લાંબા સમયથી

New Update
mero

રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં યોજાતા લોકમેળા અને આનંદ મેળાઓના આયોજકો માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ અને રાહતભર્યો નિર્ણય જાહેર કર્યો છે.

લાંબા સમયથી ચાલી રહેલી રજૂઆતો અને સમસ્યાઓને ધ્યાનમાં રાખીને, ગૃહ વિભાગે એક નવો પરિપત્ર બહાર પાડ્યો છે, જેમાં એમ્યુઝમેન્ટ રાઈડ્સ  અને ગેમિંગ ઝોન એક્ટિવિટીઝ સેફ્ટી રૂલ્સ,2024માં કેટલાક મહત્વપૂર્ણ સુધારા-વધારા સૂચવવામાં આવ્યા છે. આ નિર્ણયથી મેળાઓનું આયોજન સરળ બનશે અને લોકોની સાંસ્કૃતિક તેમજ સામાજિક  ભાવનાઓનું પણ ધ્યાન રાખી શકાશે.

નવા પરિપત્રના મુખ્ય મુદ્દાઓ: લાયસન્સ પ્રક્રિયા થશે સરળ અને ઝડપી

ગૃહ વિભાગ દ્વારાજુલાઈ16, 2025ના રોજ યોજાયેલી બેઠક બાદ આ પરિપત્ર જાહેર કરાયો છે, જેમાં મેળા ઓર્ગેનાઈઝર વેલ્ફેર એસોસિએશન  અને અન્ય આયોજકોની રજૂઆતોને ધ્યાનમાં લેવામાં આવી હતી. નવા સૂચનો નીચે મુજબ છે:

  1. લાયસન્સ આપવાની સમયમર્યાદામાં ઘટાડો:અગાઉ લાયસન્સની અરજી કર્યાના60દિવસનીસમયમર્યાદામાં મંજૂરી આપવી પડતી હતી. હવે ટેમ્પરરી મેળાઓના કિસ્સામાં આ સમયમર્યાદા ઘટાડીને માત્ર30દિવસનીકરવામાં આવી છે. આનાથી મેળાના આયોજકોને ચોક્કસ તહેવારો/તારીખો દરમિયાન મેળાઓનું આયોજન કરવામાં સરળતા રહેશે.

  2. રાઈડ સેફ્ટી ઇન્સ્પેક્શન કમિટીમાં સ્થાનિક ઇજનેરોનો સમાવેશ:સિટી/ડિસ્ટ્રિક્ટ રાઈડ સેફ્ટી એન્ડ ઇન્સ્પેક્શન કમિટીમાં  હાલ એકથી વધુ જિલ્લાઓની જવાબદારી સંભાળતા ઇજનેરોને બદલે, હવે જે તે જિલ્લા/શહેર ખાતે ઉપલબ્ધ વર્ગ-2કે તેથી ઉપરના સ્થાનિક સરકારી ઇજનેરોને  સામેલ કરવાનું સૂચન કરાયું છે. આનાથી ઇન્સ્પેક્શન પ્રક્રિયા વધુ ઝડપી બનશે અને30દિવસનીસમયમર્યાદામાં લાયસન્સ આપવાનું શક્ય બનશે.

  3. ટેમ્પરરી મેળાની રાઈડ્સ માટે ફાઉન્ડેશનના નિયમોમાં છૂટછાટ:હવે ટેમ્પરરી મેળાના આયોજકોએ રાઈડ્સ માટે જરૂર જણાયેથી જ ચાર્ટર્ડ એન્જિનિયર દ્વારા સૂચવાયેલ સોઈલ સ્ટેબિલિટી રિપોર્ટ અને રાઈડ્સની લોડ બેરિંગ કેપેસિટી ને ધ્યાને લઈને ફાઉન્ડેશન  તૈયાર કરવાનું રહેશે. જો સંબંધિત રાઈડ માટે જરૂર ન હોય તો RCC ફાઉન્ડેશનનો આગ્રહ રાખવામાં આવશે નહીં. માર્ગ અને મકાન વિભાગના ઇજનેરની તપાસ બાદ જરૂરી ફેરફારો કરવા પડશે. 

  4. લાયસન્સના દિવસોની ગણતરી:ટેમ્પરરી મેળાના આયોજકો દ્વારા અમુક ચોક્કસ દિવસો/મહિનાઓ (વધુમાં વધુત્રણ મહિનાઓ) માટે લાયસન્સ મેળવવા અરજી કરવામાં આવે છે. આ ઓપરેશન લાયસન્સની ગણતરી આયોજકને ઓપરેશન લાયસન્સ મળ્યા તારીખથી (અરજદારે અરજીમાં દર્શાવેલ દિવસો મુજબ મહત્તમ90દિવસનીમર્યાદામાં) ગણવાની રહેશે.