Connect Gujarat
ગુજરાત

રાજ્ય સરકારે વિવિધ પાકની ટેકાના ભાવે ખરીદી કરી શરૂ, ખેડૂતોને મળ્યો લાભ

રાજ્ય સરકાર દ્વારા વિવિધ પાકની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતા ખેડૂતોને તેનો સીધો લાભ મળી રહયો છે

X

રાજ્ય સરકાર દ્વારા વિવિધ પાકની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતા ખેડૂતોને તેનો સીધો લાભ મળી રહયો છે જેના પગલે ખેડૂતોની આર્થિક સ્થિતિ પણ મજબૂત બની છે.

ખેડૂતને ખેત-પેદાશના યોગ્ય ભાવ મળે તે માટે ગુજરાત સરકારે ૧૦ માર્ચથી ટેકાના ભાવે ખરીદી શરુ કરી છે. આ ખરીદી પ્રક્રિયા હેઠળ રાજ્યમાં ખેડૂતોને રૂ. ૬૬૧ કરોડની રકમ ચૂકવાઈ છે, જેનો લાભ રાજ્યના દોઢ લાખથી વધુ ખેડૂતોને થયો છે.ખેડૂતને ખેત-પેદાશના પૂરતા ભાવ મળે તે માટે ગુજરાત સરકાર વિવિધ જણસોની ટેકાના ભાવે ખરીદી કરી રહી છે. ચણાના વેચાણ માટે 2 લાખ 20 હજાર ખેડૂતો અને રાયડા માટે 10 હજાર ખેડુતોએ નોંધણી કરાવી છે. ખેડૂતોને નજીકના કેન્દ્ર પાસે જ ખેત-પેદાશ વેચાણની સુવિધા મળે તે માટે ચણાના પાક માટે 187 કેન્દ્રો પર અને રાયડા માટે 103 કેન્દ્રો પર ખરીદી શરુ છે. ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે તુવેરની પ્રતિ ક્વિન્ટલ રુ.6600 ના ભાવે, ચણાની પ્રતિ ક્વિન્ટલ રૂ. 5335ના ભાવે અને રાયડાની પ્રતિ ક્વિન્ટલ રુ.5450ના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે.

Next Story