Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં આગામી 48 કલાકમાં થશે ભારે વરસાદ; જુઓ હવામાન વિભાગની આગાહી

સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાની સાથે જ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

રાજ્યમાં આગામી 48 કલાકમાં થશે ભારે વરસાદ; જુઓ હવામાન વિભાગની આગાહી
X

સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાની સાથે જ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે. નોંધનીય છે કે, જુલાઈ અને ઓગસ્ટમાં ખૂબ જ ઓછો વરસાદ થયો છે. સપ્ટેમ્બરની શરૂઆતથી સારો વરસાદ થતાં ખેડૂતો ખુશ થયા છે અને કુષિ પાકને જીવનદાન મળ્યું છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે, સાયક્લોનિક સરક્યુલેશનની સિસ્ટમના કારણે ગુજરાતમાં સારો વરસાદ થઈ રહ્યો છે. આગામી 48 કલાક કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ થશે. જોકે 48 બાદ સિસ્ટમ નબળી પડશે.

આજરોજ પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, વલસાડ, દમણ દાદરા નગર હવેલી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, દ્વારકા, દિવ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અમદાવાદ, આણંદ, નર્મદા, મોરબી, બોટાદ, કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ ઉત્તર ગુજરાતમાં 30થી 40 કિમીની પવન અને વીજળીના કડાકા સાથે સામાન્ય મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આવતીકાલે વલસાડ, દમણ દાદરા નગર હવેલી,પોરબંદર, દ્વારકામાં અતિભારે વરસાદની આગાહી છે. તો બનાસકાંઠા, સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી,રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ અને દિવમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ ઉત્તર ગુજરાતમાં વીજળીના ચમકારા સાથે 30થી 40 કિલોમીટરના પવનની સાથે વરસાદની આગાહી છે.

આગામી 3 સપ્ટેમ્બરના રોજ જામનગર મોરબી, દ્વારકા અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદની અગાહી છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારના અલગ-અલગ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે, અમદાવાદ શહેરમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ શહેરમાં વરસાદ વરસી રહ્યો છે ઠંડક પ્રસરી છે.

પહેલી સપ્ટેમ્બરના રોજ સવારે છ વાગ્યાથી 10 વાગ્યા સુધી રાજ્યના 21 તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ તાલાલામાં છ ઇંચ નોંધાયો છે. માળિયા અને ઉનામાં ક્રમશ: પાંચ અને ચાર ઇંચ વરસાદ પડ્યો છે. ગીર-ગઢડામાં પણ ત્રણ ઇંચથી વધારે વરસાદ પડ્યો છે.

Next Story