મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન...

મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ વિપુલ ચૌધરીને આજે સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે.

મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન...
New Update

મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ વિપુલ ચૌધરીને આજે સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે. દૂધસાગર ડેરીમાં ગેરરીતિ મામલે જેલમાં બંધ વિપુલ ચૌધરી માટે આ એક મોટી રાહત કહી શકાય છે. વિગતો મુજબ સુપ્રીમ દ્વારા કોઈ પણ શરત વગર આ જામીન અરજી મંજૂર કરાઈ છે.

આ અગાઉ વિપુલ ચૌધરીના વકીલે સુપ્રીમ કોર્ટમાં 2 સપ્તાહનો સમય માગ્યો. જેથી દલીલ સુપ્રીમ કોર્ટે માન્ય રાખતા જામીન અંગેની સુનાવણી ટળી હતી. જે બાદમાં આજે એટલે કે, 12 ડિસેમ્બરે સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે વિપુલ ચૌધરીને કોઈપણ શરત વગર આ જામીન અરજી મંજુર કર્યા છે. રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે 800 કરોડના કૌભાંડનો આરોપ છે. જેને લઇ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે વિપુલ ચૌધરીની ધરપકડ થતાં સમગ્ર ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમાજમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #former chairman #Supreme Court #granted bail #Mehsana Dudhsagar Dairy #Vipul Chaudhary
Here are a few more articles:
Read the Next Article