ગુજરાત રાજ્યના પ્રવાસન મંત્રી મુળુ બેરાએ ઐતિહાસિક અને પૌરાણિક નગરી વડનગર ખાતે ચાલી રહેલા વિકાસ કાર્યોની સમીક્ષા સાથે પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી હતી.
ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા વડનગર ખાતે આયોજિત રાષ્ટ્રીય કવિ સંમેલનમાં ઉપસ્થિત પ્રવાસન મંત્રી મુળુ બેરાએ વડનગરમાં ચાલી રહેલ વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી. રાજ્ય મંત્રીએ હાટકેશ્વર મહાદેવના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. આ ઉપરાંત બુદ્ધિસ્ટ મોનેસ્ટ્રી તેમજ પ્રેરણા સ્કુલની મુલાકાત લીધી હતી. એટલું જ નહીં, વડનગરમાં ચાલી રહેલ પ્રવાસન વિભાગના કામોની પણ સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા. આ પ્રસંગે પ્રવાસન વિભાગના એમ.ડીઆલોક કુમાર પાંડે, જિલ્લા કલેક્ટર એમ. નાગરાજન, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. ઓમ પ્રકાશ, નિવાસી અધિક કલેક્ટર ઇન્દ્રજીતસિંહ વાળા સહિતના અધિકારીઓ તેમજ વડનગર તાલુકા શહેરના સ્થાનિક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.