બગસરાના શાપર ગામમાંથી સામે આવી ચકચારી ઘટના
સગી બહેનનો દીકરો ભાઈની દીકરીને ભગાડી જતાં વિવાદ
આડેધડ હથીયાર મારીને ભાઈએ કરી સગી બહેનની હત્યા
બહેનને મોતને ઘાટ ઉતારનાર હત્યારા ભાઈની ધરપકડ
બનાવના પગલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી
અમરેલી જિલ્લાના બગસરા પંથકના શાપર ગામમાં ઘાતક હથીયારના આડેધડ ઘા મારી સગી બહેનને મોતને ઘાટ ઉતારનાર હત્યારા ભાઈની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આજના આધુનિક યુગમાં પ્રેમમાં આંધળા બનેલા પ્રેમીઓ નાત-જાત કે, સગા સંબંધીઓમાં પણ પ્રેમ સંબંધો બાંધીને દીકરીઓને ભગાડી જવાના કિસ્સાઓના કારણે ગંભીર હત્યાના બનાવો બને છે, તારે આવો એક જ બનાવ અમરેલી જિલ્લાના બગસરા પંથકના શાપર ગામે 2 દિવસ પહેલા બન્યો હતો. જેમાં સગા ભાઈએ પોતાની જ બહેનની હત્યા કરી નાખી હતી.
મળતી માહિતી અનુસાર, મૂળ જુનાગઢના વિસાવદરમાં રહેતા ભાઈ નરેશની દીકરીને અમરેલીના બગસરામાં રહેતી તેની સગી બહેન ગીતાબેનનો દીકરો હાર્દિક પ્રેમ સંબંધમાં ભગાડીને લઈ ગયો હતો, જેનું મનદુઃખ રાખીને ભાઈ નરેશ બહેન ગીતાના ઘરે શાપર આવીને દીવાલની વંડી ટપીને પોતાની જ દીકરીની શોધખોળ કરી હતી.
જોકે, દીકરી ન મળતા ઉગ્ર બનીને પોતાની જ સગી બહેનને ઘાતક હથીયારના આડેધડ ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી, જ્યારે બહેનની સાસુને પણ ઇજાગ્રસ્ત કર્યા હતા. બનાવના પગલે પોલીસે હત્યાની ઘટનાનો ગુન્હો નોંધી હત્યારા ભાઇની શોધખોળ હાથ ધરી હતી, ત્યારે 24 કલાકમાં જ પોલીસે હત્યારાને ઝડપી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.