જુનાગઢ : MLA સંજય કોરડીયાની છબીને નુકસાન પહોંચાડવાના બદઇરાદે અજાણ્યા ઈસમોએ ફેક ફેસબુક-ઇન્સ્ટાગ્રામ ID બનાવતા ચકચાર...

ધારાસભ્ય સંજય કોરડીયાની ઈમેજને નુકસાન પહોંચાડવાના બદઇરાદે કોઈ અજાણ્યા ઈસમોએ ધારાસભ્યના નામ અને ફોટોગ્રાફનો દુરુપયોગ કરી ફેક ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ID બનાવ્યું

New Update
  • જુનાગઢના રાજકારણ-પોલીસ બેડામાં સનસનાટી મચી

  • ભાજપના ધારાસભ્ય સંજય કોરડીયાની ઈમેજને નુકસાન

  • MLAનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનું ફેક આઇડી બનાવાયું

  • ધારાસભ્યની ઈમેજ ખરાબ કરવાના બદઈરાદે કાવતરું

  • ફેક IDનું IP એડ્રેસ પાકિસ્તાનમાંથી બન્યું હોવાનું ખુલ્યું 

જુનાગઢ ભાજપના ધારાસભ્ય સંજય કોરડીયાની ઈમેજને નુકસાન પહોંચાડવાના બદઇરાદે અજાણ્યા ઈસમો ધારાસભ્યના નામે ફેક ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ID બનાવતા રાજકારણ અને પોલીસ બેડામાં સનસનાટી મચી છે.

જુનાગઢ જિલ્લાના રાજકારણ અને પોલીસ બેડામાં સનસનાટી મચાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જુનાગઢ ભાજપના ધારાસભ્ય સંજય કોરડીયાની ઈમેજને નુકસાન પહોંચાડવાના બદઇરાદે કોઈ અજાણ્યા ઈસમોએ ધારાસભ્યના નામ અને ફોટોગ્રાફનો દુરુપયોગ કરી ફેક ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ID બનાવ્યું છે. સમગ્ર મામલે ધારાસભ્ય સંજય કોરડીયાના સેક્રેટરી હર્ષ ગોઠી દ્વારા જુનાગઢ બી’ ડિવિઝન પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી.

આ ફેક આઇડીનો ઉપયોગ કરી લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસરૂપે ખોટા મેસેજ મોકલવામાં આવ્યા હતાજેનો હેતુ ધારાસભ્યની જાહેર છબીને નુકસાન પહોંચાડવાનો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી તપાસ કરતા 2 અજાણ્યા નંબર પોલીસના ધ્યાને આવ્યા છે.

આ ફેસબુક IDની પ્રોફાઇલની વિગતો મેટા પાસેથી મંગાવવામાં આવી છેઅને તપાસમાં જે તથ્ય સામે આવ્યું તે મુજબઆ ફેક ID પાકિસ્તાનમાંથી બની હોવાની માહિતી સામે આવી છેત્યારે હાલ તો પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

Latest Stories