/connect-gujarat/media/media_files/2025/06/14/YaKwQPMatNhOvEJhmwBY.jpg)
ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં વાતાવરણમાં બદલાવ આવ્યો છે. જેમાં વહેલી સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમી અને બફારાના પ્રમાણમાં વધારો થયો છે. જોકે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર રાજસ્થાનમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જ્યારે રાજસ્થાનથી વિદર્ભ સુધી ટ્રફ લાઈન સર્જાઈ છે.
બીજી બાજુ, અરબ સાગરથી ઓડિશા સુધી ટ્રફ લાઈન સક્રિય છે. ત્યારે હવે ગુજરાતમાં ચોમાસુ બેસવા માટે અનુકૂળ સ્થિતિ દેખાઈ રહી છે. જેના પગલે રાજ્યના સાત જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી લઈ અતિભારે વરસાદની સંભાવના છે. આજે અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ રવિવારે નર્મદા, તાપી, નવસારીમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ ડાંગ, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
જ્યારે 17મી જૂને અમરેલી, ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી છે. ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટમાં 17મી, 18મી જૂને ભારે વરસાદની આગાહી છે. તેમજ સુરત, તાપી, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે અમરેલી, ભાવનગરમાં 17- 18મી જૂને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.