વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસમાં એશિયાનો સૌથી મોટો કાર શો ૬ થી ૮ જાન્યુઆરી ત્રણ દિવસ યોજાશે.જેમાં ૩૫૦ થી વધુ દેશ અને વિદેશની વિન્ટેજ કાર મુકવામાં આવશે. આ વિન્ટેજ કાર શોમાં હિમતનગરના દોલત વિલાસ પેલેસમાં રાજ પરિવાર પાસે વિન્ટેજ કારમાંથી બીજા વિશ્વ યુદ્ધ પહેલાની અમેરિકાની કેડીલેક ફ્લીટવુડ કાર પ્રદર્શનમાં મુકાશે. જે કાર આજે સવારે હિમતનગરથી વડોદરા પ્રદર્શનમાં ભાગ લેવા નીકળશે.
સાબરકાંઠા જિલ્લાના હિમતનગરના દોલત વિલાસ પેલેસ રાજ પરિવારના મહારાજ નરેન્દ્રસિંહજી વિન્ટેજ એન્ડ ક્લાસિક કારનો શોખ ધરાવે છે જેમની પાસે ૧૫ વિન્ટેજ કાર, એક ઘોડાગાડી અને પાણીમાં ચાલતી જુના જમાનાની મોટરબોટ પણ છે. તો અમેરિકન ,જર્મન અને ઈંગ્લીશ વિન્ટેજ કારનું કલેક્શન છે. જેમાં જુદાજુદા પ્રકારની કાર છે. હિમતનગર દોલત વિલાસ પેલેસના રાજપરિવારે ૧૫ વિન્ટેજ કારનું કલેક્શન કર્યું છે. જેમાં અમેરિકન કેડલીક ફ્લીટવુડ કાર છે જેમાં એક બીજા વિશ્વ યુદ્ધ પહેલાની ૧૯૪૧ની અને બીજી કાર બીજા વિશ્વ યુદ્ધ પછીની ૧૯૪૭ ની છે.બે બ્યુક કાર છે જેમાં એક ૧૯૫૩ની અને બીજી ૧૯૪૭ના મોડલની છે. તો ૧૯૫૩ની બ્યુક કાર એ ગુજરાતમાં એક જ છે એ પણ ઓટોમેટીક કાર છે.૧૯૪૭ અને ૧૯૪૮ પોંટીએક ટોરપીડો ગુજરાતમાં એક જ છે. ડોઝ કીગ્ઝ્વે ૧૯૫૭ નું મોડલ, ડીસોટો ક્ન્વટેબલ ૧૯૫૪ મોડલની કાર છે.તો જર્મની બનાવટની મર્સિડીઝ બેન્જ ૧૯૭૫ની અને ઇંગ્લેન્ડની સૌથી વધુ વેચાતી મોરેશમાઈના-૧૦૦૦ ૧૯૫૯ના મોડલની કાર છે.અને સાથે ૧૯૪૨-૪૩ માં બીજા વિશ્વ યુદ્ધમાં વપરાયેલી ફોર્ડ જીપ પણ છે.