આબુ અને સાપુતારાને ભુલાવી દેશે આ સ્થળ, અમદાવાદથી એકદમ નજીક....

ચોમાસામાં ઝરમર ઝરમર વરસાદ વચ્ચે ફરવા જવાની મજા જ કઈક અલગ છે. ચોમાસામાં કુદરતી નજારો જોવાની ખૂબ જ મજા આવે છે.

New Update
આબુ અને સાપુતારાને ભુલાવી દેશે આ સ્થળ, અમદાવાદથી એકદમ નજીક....

ચોમાસામાં ઝરમર ઝરમર વરસાદ વચ્ચે ફરવા જવાની મજા જ કઈક અલગ છે. ચોમાસામાં કુદરતી નજારો જોવાની ખૂબ જ મજા આવે છે. આ માટે શનિ રવિમાં લોકો એક દિવસ માટે પિકનિકનો પ્લાન કરતાં હોય છે. તો આજે અમે ગુજ્જુઓ માટે એક મસ્ત પ્લેસ લઈને આવી ગયા છીએ. જ્યાં તમે ધોધની મજા માણી શકો છો અને સાથે સાથે કુદરતની અનેક વસ્તુઓને શાંત મને માણી શકશો. આમ જયારે ધોધની વાત કરવામાં આવે ત્યારે સાપુતારા પહેલા યાદ આવે. પરંતુ આજે અમે તમને અમદાવાદથી નજીક આવેલા ધોધ વિષે જણાવીશું

હા તો અમે વાત કરી રહ્યા છીએ ઝાંઝરી ધોધની. આ ધોધ જો તમે નથી જોયો તો એક વાર જરૂરથી તેની મુલાકાત લેજો. ઝાંઝરી એક ખૂબ જ સરસ જગ્યા છે. આ ધોધ અમદાવાદથી બહુ દૂર નથી. એક દિવસનું પ્લાનિંગ કરીને પણ તમે આ ધોધની મજા માણી શકો છો. તમે અહી તમારી કાર લઈને પણ જાય શકો છો.

· ક્યાં આવેલો છે આ ઝાંઝરી ધોધ

અરવલ્લી જિલ્લામાં ભિલોડાના સૂનસર ધોધ પછી બાયડ-દહેગામ રોડ પર ઝાંઝરી ધોધ આવેલો છે. અહી પહોચતા જ તમારી મન એકદમ ખુશખૂશાલ થઈ જશે. આ જગ્યા ચોમાસામાં ફરવા માટે સૌથી બેસ્ટ જગ્યા છે. શનિ રવિ અથવા તો રજાના દિવસોમાં અહિ ભારે ભીડ જોવા મળતી હોય છે. ચોમાસાની શરૂઆતમાં તમે અહીંયા ફરવાનો પ્લાન કરી શકો છો. વરસાદ પડતા ઝાંઝરી ધોધની જગ્યા સોળે કળાએ ખીલી ઉઠે છે. આ જગ્યા વર્ષોથી ફેમસ છે. ઘણાં ફેમિલી એવા હોય છે જે વરસાદી સિઝનમાં ઝાંઝરી ધોધની મુલાકાત બેથી ત્રણ વાર લઇને માઇન્ડને રિલેક્સ કરે છે. ઝાંઝરી ધોધની મજા માણીને તમે મેગી જેવી અનેક વસ્તુઓ ખાવાનો આનંદ પણ લઇ શકો છો. તો જલદી મોડુ કર્યા વગર તમે પણ ઝાંઝરી ધોધ ફરવાનો પ્લાન બનાવો.

Latest Stories