વલસાડ : ધરમપુરમાં  ત્રિ-દિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ,મુખ્યમંત્રી સહિત 241 અધિકારીઓ જોડાયા

ધરમપુર નજીક શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ખાતે તારીખ 27 નવેમ્બરથી ’સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ’ની થીમ સાથે 12મી ચિંતન શિબિરનું આયોજન કરાયું.....

New Update
Chintan Shibir

વલસાડ જિલ્લાના ધરમપુર નજીક શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ખાતે તારીખ 27 નવેમ્બરથી સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફની થીમ સાથે 12મી ચિંતન શિબિરનું આયોજન કરાયું છેજેમાં ભાગ લેવા માટે CM ભૂપેન્દ્ર પટેલ ટીમ ગુજરાત’ સાથે અમદાવાદથી વંદે ભારત ટ્રેનમાં બેસીને વલસાડ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા,જ્યાંથી બાય રોડ ધરમપુર પહોંચ્યા છે.

 12મી ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી સહિત મંત્રીઓ અને 241 ઉચ્ચ સનદી અધિકારીઓ જોડાયા છે. આ શિબિરમાં સહભાગી થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો તેમજ મુખ્ય સચિવ મનોજકુમાર દાસ સહિત રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ-સૌ કોઈ પોતાના સરકારી વાહનને બદલે ભારતીય રેલસેવાની વંદે ભારત’ સુપરફાસ્ટ ટ્રેનમાં સહપ્રવાસી બનીને અમદાવાદથી રવાના થયા હતા અને વલસાડ પહોંચ્યા હતા. જ્યાંથી બાય રોડ ધરમપુર પહોંચ્યા હતા.

Latest Stories