આદ્રી બીચ પર સર્જાય દુર્ઘટના
પ્રિ-વેડિંગના ફોટોશૂટમાં દુર્ઘટના
વર-વધૂ સહિત સાત તણાયા
યુવતી દરિયાના પાણીમાં લાપતા
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના આદ્રી બીચ પર પ્રિ-વેડિંગના ફોટોશૂટ દરમિયાન વર વધૂ સહિત સાત લોકો દરિયામાં તણાયા હતા,સર્જાયેલી દુર્ઘટનામાં યુવતી લાપતા બની હતી,જ્યારે છ લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નજીક આવેલ આદ્રી બીચ પર પ્રિ-વેડિંગ ફોટોશૂટ દરમિયાન બપોરના સમયે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. દરિયામાં અચાનક આવેલા વિશાળ મોજાના પ્રવાહમાં વર-વધૂ તેમજ ફોટોગ્રાફર સહિત સાત લોકો તણાયા હતા. સદનસીબે છનો ચમત્કારિક બચાવ થયો, પરંતુ એક યુવતી જ્યોતિ લાપતા બની ગઈ હતી. મોડી સાંજ સુધી એનડીઆરએફ તથા તરવૈયાઓની ટીમ દ્વારા સઘન શોધખોળ કરવામાં આવી રહી છે.આ ઘટનાથી બે પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.