શક્તિપીઠ પાવાગઢ ખાતે સર્જાઈ કરુણાંતિક
માલ વાહક રોપવે દુર્ઘટનાગ્રસ્ત થતા અફરાતફરી
રોપવેના ટાવરમાં તકનિકી ખામીથી સર્જાયો અકસ્માત
દુર્ઘટનામાં છ શ્રમિકોના નિપજ્યા મોત
ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ
પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના શક્તિપીઠ પાવાગઢ ડુંગર ઉપર આજે માલ વાહક રોપવે દુર્ઘટનાગ્રસ્ત થતા કરૂણ બનાવ સર્જાયો હતો.આ રોપવેનો ઉપયોગ મુખ્યત્વે મંદિર ટ્રસ્ટના કામકાજ, શ્રમિકો તથા વિશેષ મહેમાનો માટે થતો હતો.
પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના શક્તિપીઠ પાવાગઢ ડુંગર ઉપર કરુણાંતિકા સર્જાય હતી,જેમાં આજે બપોરે રોપવેમાં કેટલાક શ્રમિકો સવાર હતા, ત્યારે રોપવેના ટાવરમાં તકનિકી ખામીના કારણે ટાવર નમી પડતા અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક દુર્ઘટનામાં 6 શ્રમિકોના મોત નિપજ્યાં હોવાનું જાણવા મળ્યું હતું.મૃતકોમાં 2 લિફ્ટ ઓપરેટર, 2 શ્રમિક અને અન્ય બે લોકોનો સમાવેશ થાય છે.ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ દુર્ઘટનામાં કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. હાલ ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ કરી રહી છે.
મૃતદેહોને તાત્કાલિક હાલોલ સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં હાલોલના ધારાસભ્ય અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
આ દુર્ઘટનાએ સમયે બની છે, જ્યારે હાલોલ શહેરમાં ગણેશ વિસર્જન યાત્રાઓ નીકળી રહી હતી. પરિણામે શહેર તથા આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને દુઃખનો માહોલ જોવા મળ્યો હતો.પાવાગઢ જેવું દેશ પ્રસિદ્ધ તીર્થ સ્થળ હોવાથી, અહીં બનેલી આ દુર્ઘટનાએ ભક્તો, શ્રદ્ધાળુઓ તથા સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ અને ચિંતાની લાગણી ફેલાઈ છે.