રાજ્યભરમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલી, ક્યાંક લોક ડાયરો યોજાયો તો ક્યાંક અધિકારીના વાહનને ખેંચીને લઈ જવાયું

રાજયભરના ઉચ્ચ પોલીસ અધિકારીની બદલી કરવામાં આવી છે ત્યારે વિવિધ જીલ્લામાં પોલીસ વડાના વિદાય સમારોહ યોજાયા હતા જે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા

New Update
રાજ્યભરમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલી, ક્યાંક લોક ડાયરો યોજાયો તો ક્યાંક અધિકારીના વાહનને ખેંચીને લઈ જવાયું

રાજયભરના ઉચ્ચ પોલીસ અધિકારીની બદલી કરવામાં આવી છે ત્યારે વિવિધ જીલ્લામાં પોલીસ વડાના વિદાય સમારોહ યોજાયા હતા જે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

ગીર સોમનાથ જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીની બદલી થતાં પોલીસ પરિવાર દ્વારા વિદાય સમારોહ યોજાયો. તો નવ નિયુક્ત એસ.પી. મનોહરસિંહ જાડેજાને આવકારવામાં આવ્યા હતા.સાડા ત્રણ વર્ષ થી વધુ સમય સુધી ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે સેવા બજાવનાર એસ. પી.રાહુલ ત્રિપાઠીને અદકેરું અભિવાદન સાથે વિદાય આપવામાં આવી હતી.સાથે નવનિયુક્ત એસ.પી. મનોહરસિંહ જાડેજાને આવકારવામાં આવ્યા હતા.આ પ્રસંગે જિલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહીલ, ડી.ડી.ઓ રવિન્દ્ર ખતાલે, સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે પ્રસિદ્ધ સાહિત્યકાર કિર્તીદાન ગઢવી અને અપેક્ષા પંડ્યાનો ભવ્ય લોકડાયરો પણ યોજાયો હતો.

આ તરફ પંચમહાલ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટિલની ભરૂચ ખાતે બદલી થતાં તેઓના વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસકર્મીઓએ તેઓના સરકારી વાહનને દોરડા વડે ખેંચી જિલ્લા પોલીસ વડાને અનોખી રીતે વિદાય આપી હતી.મહિલા પોલીસ અધિકારી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જાળવવા કરેલા પ્રયાસને સૌ કોઈએ બિરદાવ્યો હતો  

Latest Stories