પાલ્લી ને.હા.પર સર્જાયો ટ્રિપલ અકસ્માત
ત્રણ વાહનો વચ્ચે સર્જાય ટક્કર
ખાનગી બસમાં સવાર મુસાફરો ઈજાગ્રસ્ત
18થી વધુ મુસાફરો થયા ઇજાગ્રસ્ત
તમામ ઇજાગ્રસ્તો સિવિલમાં સારવાર હેઠળ
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પાલ્લી ગામ પાસેથી પસાર થતા નેશનલ હાઇવે ઓવરબ્રિજ પર ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં 18થી વધુ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી.
દાહોદ જિલ્લાના પાલ્લી ગામે નેશનલ હાઇવે ઓવરબ્રિજ પર પંક્ચર થયેલું એક રેતી ભરેલું ડમ્પર પાર્ક કરવામાં આવ્યું હતું.પરંતુ કોઈ જ ટ્રાફિક સાઈન કે ચેતવણી અંગેની નિશાની ડમ્પર પાસે મુકવામાં ન આવતા રાતે એક ખાનગી લકઝરી બસ આ ડમ્પરની પાછળ ધડાકાભેર અથડાય હતી, અને ખાનગી લક્ઝરી બસની પાછળ દોડતી એક ક્રુઝર કાર બસની પાછળ ઘૂસી ગઈ હતી.
સર્જાયેલા આ ટ્રિપલ અકસ્માતમાં ખાનગી બસમાં સવાર 30 મુસાફરોમાંથી આશરે 18 થી 20 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને 108ના માધ્યમથી લીમખેડા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ઘટના અંગે લીમખેડા પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.