દેવભૂમિ દ્વારકાના સુદર્શન સેતુ બ્રિજ પર 2151 ફૂટ લાંબા તિરંગા સાથે તિરંગા યાત્રા યોજાઈ

રાષ્ટ્રીય પર્વ સ્વતંત્રતા દિવસની ઉજવણીને લઈને સમગ્ર દેશભરમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે

dwarka tirang
New Update

રાષ્ટ્રીય પર્વ સ્વતંત્રતા દિવસની ઉજવણીને લઈને સમગ્ર દેશભરમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે

જેમાં સરકારના હર ઘર તિરંગા અભિયાને અલગ જ રાષ્ટ્ર ભક્તિનો માહોલ સર્જી દીધો છે.ત્યારે આ અભિયાનને વધુ વેગવંતુ બનાવવા માટે દેવભૂમિ દ્વારકા ખાતે સમુદ્રમાં નિર્માણ પામેલ સુદર્શન સેતુ બ્રિજ પર 2151 ફૂટ લાંબા તિરંગા સાથે તિરંગા યાત્રા યોજાઈ હતી. 

સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ બેટ દ્વારકામાં દરિયામાં નિર્માણ પામેલા આઇકોનિક સુદર્શન સેતુ પર 2151 ફૂટ લાંબા તિરંગા સાથે તિરંગા યાત્રા યોજાઈ હતી.જેમાં જિલ્લા વહીવટી તંત્ર તેમજ પોલીસ-કર્મચારીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. તિરંગા યાત્રા દરમ્યાન વંદે માતરમ્ અને ભારત માતા કી જયના જયઘોષથી સમુદ્ર કિનારો ગુંજી ઉઠ્યો હતો અને રાષ્ટ્ર ભક્તિનો માહોલ છવાઈ ગયો હતો. 

#CGNews #Har Ghar Tiranga #Tiranga Yatra #Sudarshan Setu #Sudarshan Bridge #Devbhumi Dwarka
Here are a few more articles:
Read the Next Article