શહેરામાં સર્જાયો માર્ગ અકસ્માત
બે બાઇક સામસામે ભટકાઈ
એક વ્યક્તિનું નીપજ્યું મોત
બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત
પોલીસે શરૂ કરી તપાસ
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ખરેડીયા ડેરી પાસે બે બાઈક સામસામે ભટકાઈ હતી, સર્જાયેલા આ માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું,જ્યારે બે લોકોને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ખરેડિયા ડેરી પાસે બે બાઇક સામસામે ભટકાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
અકસ્માતની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. એમ્બ્યુલન્સ દ્વારા બંને ઇજાગ્રસ્તોને શહેરા રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, એક ઇજાગ્રસ્તની હાલત વધુ ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે શહેરાથી ગોધરા રિફર કરવામાં આવ્યો હતો.
મૃતક વ્યક્તિ એક મરણ પ્રસંગમાં હાજરી આપીને પરત ઘરે ફરી રહ્યા હતા. ત્યારે ખરેડીયા ડેરી પાસે તેમની બાઇક અન્ય બાઇક સાથે ભટકાઇ હતી. ઘટનાની જાણ મૃતકના પરિવારજનો અને શહેરા પોલીસને થતાં તેઓ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.