લોથલમાં દિલ્હી અને ગાંધીનગરથી પહોંચેલી રિસર્ચની ટીમ દુર્ઘટનાનો ભોગ બની છે.જેમાં દિલ્હી IITમાં Phdનો અભ્યાસ કરી રહેલી સુરભિ વર્માનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક યામા દિક્ષીત નામની મહિલાને ગંભીર ઇજા પહોંચી છે. આ બંને મહિલાઓ ત્રણ દિવસથી લોથલમાં આર્કિયોલોજિસ્ટ સાઇટની હદ પછીના વિસ્તારમાં જિયોલોજિકલ સેમ્પલ એકઠા કરી રહી હતી.તેમની સાથે ગાંધીનગરના અધિકારીઓ પણ હાજર હતા.
જાણવા મળ્યા મુજબ યામા દિક્ષીત અને સુરભિ વર્મા IIT દિલ્હીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર ફોર એટ્મોસ્ફિયરિક સાયન્સમાંથી Phd નો અભ્યાસ કરે છે. તેઓ છેલ્લા ત્રણ દિવસથી લોથલમાં જિયોલોજિકલ સેમ્પલ એકઠા કરી રહ્યા હતા.
આ દરમિયાન પ્રોજેક્ટના ભાગરૂપે તેઓ આજે સવારે લોથલ નજીક સરગવાડા પાસે એક 12 થી 15 ફૂટ ઉંડા ખાડામાં ઉતરીને સેમ્પલ કલેક્ટ કરી રહ્યા છે. આ દરમિયાન અચાનક માટીની ભેખડ ધસી પડી હતી અને સુરભિ વર્માનું મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય મહિલા યામા દિક્ષીતને ઇજાઓ પહોંચી હતી.
મૃતક સુરભિ વર્મા મૂળ ઉત્તર પ્રદેશના સિતાપુરની રહેવાસી છે અને તેણે ગત વર્ષે IIT દિલ્હીમાં એડમિશન લીધું હતું. ત્યારબાદ રિસર્ચ પ્રોજેક્ટ અંતર્ગત તે લોથલ નજીક જિયોલોજિકલ સેમ્પ્લ કલેક્ટ કરવા આવ્યા હતા. આ દરમિયાન દુર્ઘટનામાં સુરભિ વર્મા મોતને ભેટી હતી.