ચૂંટણી બાદ સરકારનો યુ ટર્ન !આરોગ્યકર્મીઓને પ્રોત્સાહન રકમ સરકારી તિજોરીમાં પાછી જમા કરાવવા આદેશ

આરોગ્ય કર્મી ને સર્વેલન્સ પ્રોત્સાહન આપવાના મુદ્દે મોટા સમાચાર મળી રહ્યા છે. કર્મીઓને પ્રોત્સાહન આપવાનો નિર્ણય સરકારે પાછો ખેંચ્યો છે.

ચૂંટણી બાદ સરકારનો યુ ટર્ન !આરોગ્યકર્મીઓને પ્રોત્સાહન રકમ સરકારી તિજોરીમાં પાછી જમા કરાવવા આદેશ
New Update

આરોગ્ય કર્મી ને સર્વેલન્સ પ્રોત્સાહન આપવાના મુદ્દે મોટા સમાચાર મળી રહ્યા છે. કર્મીઓને પ્રોત્સાહન આપવાનો નિર્ણય સરકારે પાછો ખેંચ્યો છે.એટલે કે સરકારે યુ ટર્ન લેતા આરોગ્ય કર્મચારીઓને 2 મહિના સુધી મળેલી ચાર-ચાર હજાર રૂપિયાની પ્રોત્સાહન રકમ સરકારી તિજોરીમાં પાછી જમા કરવાનું ફરમાન કાઢ્યું છે. એટલું જ નહીં, ફિક્સ પે મેળવતા હંગામી કર્મચારી, આ રકમ માટે અપાત્ર હોવાનું ઠરાવીને આરોગ્ય વિભાગે રિકવરી શરૂ કરી છે.અગાઉ રાજ્ય સરકારે આરોગ્યકર્મીઓ 4 હજારનું પ્રોત્સાહન આપવાનો નિર્ણય કર્યો હતો. જેથી નવેમ્બર-ડિસેમ્બરમાં 4 હજાર ચૂકવાયા હતા. પરંતુ સરકારે નિર્ણય પાછો ખેંચવા ચૂકવેલા રૂપિયા રિકવર કરવા પરિપત્ર જાહેર કર્યો છે. અમરેલી જિલ્લા પંચાયત પરિપત્ર કર્યો છે. ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના પંચાયત સેવા હસ્તકના પર્પજ હેલ્થ વર્કર ફિમેલ હેલ્થ વર્કર મલ્ટી પર્પજ સુપરવાઇઝર ફિમેલ હેલ્થ સુપરવાઈઝર વર્ગ ત્રણ સંવર્ગના કર્મચારીઓ ગ્રેડ સુધારવાની માંગણી અન્વયે હડતાલ પર ઉતરેલા હતા. સરકાર દ્વારા ઉપરોક્ત ઠરાવથી ગ્રામ્ય સ્તરે તેની સઘન સર્વેલન્સની કામગીરી ધ્યાને લઈ ફરજના ભાગરૂપે પ્રતિમાસ 4000 રૂપિયા ઉચ્ચક રકમ સર્વે લેન્સ પ્રોત્સાહન તરીકે આપવાનું ઠરાવેલ હતું.ફિક્સ પે મેળવતા હંગામી કર્મચારીઓને ઉપરોક્ત સર્વેન્સ પ્રોત્સાહન રકમ આપવાની પાત્રતાનો સ્પષ્ટ ઉલ્લેખ નથી. હાલ ફિક્સ પે કર્મચારીઓને અન્ય કોઈ ઠરાવ ન થાય ત્યાં સુધી સર્વેન્સ પ્રોત્સાહન આપી ન શકાય તેવું સ્પષ્ટ થાય છે. નવેમ્બર 2022 પેડ ઈન ડિસેમ્બર 2022 ના પે બીલે તમામ ફિક્સ પે મેળવતા કર્મચારીઓને સર્વેન્સ પ્રોત્સાહન આવકારે છે, જેથી રિકવરી આપની કક્ષાએથી સર્વે ઘટી કાર્યવાહી કરી અત્રેની કચેરીને જાણ કરવા સૂચના આપવામાં આવેલ છે.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #government #election #Order #health workers #deposit #incentive money
Here are a few more articles:
Read the Next Article