ઉના : તડ પે-સેન્ટર શાળા ખાતે ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન યોજાયું, વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ રજૂ કરી...

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના તડ પે સેન્ટર શાળા ખાતે CRC કક્ષાના ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન તથા કલા ઉત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

New Update

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના તડ પે સેન્ટર શાળા ખાતે CRC કક્ષાના ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન તથા કલા ઉત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના તડ પે સેન્ટર ખાતે યોજાયેલા CRC કક્ષાના ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન તથા કલા મહોત્સવમાં CRC તડમાં સમાવિષ્ઠ ધોરણ 6થી 8ની કુલ 8 શાળાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં 18 જેટલી કૃતિઓ તથા 8 માર્ગદર્શક શિક્ષક અને 36 બાળ વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરેલી કૃતીઓ પ્રદર્શન માટે ખુલ્લી મુકવામાં આવી હતી. જેમાં નિર્ણાયક તરીકે કોબ પ્રા. શાળામાં ફરજ બજાવતા ગણિત-વિજ્ઞાનના શિક્ષિકા મનિષા રાઠોડ તથા ઓલવાણ પ્રા. શાળામાં ફરજ બજાવતા સુરેશ સોલંકીએ સેવા આપી હતી. આ સાથે જ દરેક વિભાગની શ્રેષ્ઠ કૃતી તાલુકા કક્ષાએ CRC તડનું પ્રતિનિધિત્વ કરશેતેવું CRC કો.ઑર્ડિનેટર રોહિત ડોડીયાએ જણાવ્યું હતું. સાથે સાથે યોજાયેલાં કલા મહોત્સવની 4 સ્પર્ધા ગાયનવાદનબાળકવી અને ચિત્રમાં કુલ 32 સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં નિર્ણાયક તરીકે કાંતી ગોહિલનવિન સોલંકીકેતન વાજાંવૈશાલીબેનરિકંલબેનધીરુભાઈએ પોતાનુ મહત્વનું યોગદાન આપ્યું હતું. આ ચારેય સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સ્પર્ધક તાલુકા કક્ષાએ CRC તડનું પ્રતિનિધિત્વ કરશે. કાર્યક્રમના અંતે તમામ બાળવૈજ્ઞાનિકોસ્પર્ધકોને પ્રમાણપત્ર સટેશનરી કીટ તથા રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. અંતે દિલીપ લાખણોત્રાએ આભારવિધિ કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતુ. આ બંન્ને સ્પર્ધામા તડ ગામના સરપંચ, SMC સભ્ય સહિત ગ્રામજનોએ પ્રદર્શન નિહાળ્યું હતું. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે CRC રોહિત ડોડીયાતડ પે સેન્ટર શાળાના આચાર્ય ભરત ચારણિયાતડ પ્રા. શાળા તથા પેટા શાળાના તમામ શિક્ષક ભાઈ-બહેનોએ પોતાનું યોગદાન આપ્યું હતું.

Latest Stories