ગીર સોમનાથ જિલ્લા આરોગ્ય વિભાગ સમગ્ર જિલ્લાના છેવાડા ગામોમાં ખૂબ સારી કામગીરી કરીને વાંસોજ આરોગ્ય સ્ટાફ કડી મહેનત કરીને વાંસોજ સેન્ટરને ખૂબ સારું બનાવેલ છે તે બદલ શ્રેષ્ટ કામગીરી એવોર્ડ મળેલ છે રાષ્ટ્રીય કક્ષાનો NQAS એવોર્ડ આપવામાં આવેલ છે. ગુણવત્તા જ્ઞાન કૌશલ્ય ઇન્ફેક્શન કંટ્રોલ અને સ્વચ્છતા લક્ષી સ્વાથ્ય સુવિધાઓ દર્દીઓમાં જાગૃતિ લાવવાની કામગીરી તથા આરોગ્યને લગતી વિવિધ પ્રકારની સુવિધાઓ પ્રધાન કરવા સબબ વાંસોજ આયુષ્યમાન આરોગ્ય મંદિરને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે
ભારત સરકાર આરોગ્ય અને પરીવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ગુણવત્તા યુક્ત કામગીરી કરનાર આયુષ્યમાન આરોગ્ય મંદિર વાંસોજને ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી ધોરણ પ્રોગ્રામ હેઠળ તજજ્ઞો દ્વારા આરોગ્ય કેન્દ્રની કામગીરીનું મૂલ્યાંકન બાદ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારના તજજ્ઞો દ્વારા વાંસોજ આયુષ્યમાન આરોગ્ય મંદિરના વિવિધ વિભાગો દ્વારા થતી કામગીરી આરોગ્ય લક્ષી સેવાઓનુ બારીકાઇથી મૂલ્યાંકન કરી તેને અહેવાલ ભારત સરકારમાં રજુ કરવા માં આવ્યો હતો..
જેમાં 91.26% સ્કોર મેળવી વાંસોજ આયુષ્યમાન આરોગ્ય મંદિરને નેશનલ લેવલનુ પ્રમાણપત્ર આપવામાં આવ્યું. આયુષ્યમાન આરોગ્ય મંદિરને વાંસોજને રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ આપવામાં ગીર સોમનાથ જિલ્લા આયુષ્યમાન આરોગ્ય મંદિર વાંસોજના સી.એચ.ઓ પૂજા સાગઠીયા, એફ.એસ.ડબ્લ્યું. પાયલ લાખણોત્રા, એમ.પી.એચ.ડબલ્યુ. ઘનશ્યામ બારૈયા, ફેસીલીટર હંસા રામ અને તમામ આશા બહેનો તમામ સ્ટાફનું બહુ મૂલ્ય યોગદાન આપ્યુ છે.