Connect Gujarat
ગુજરાત

વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ-૨૦૨૨: દેશ વિદેશના વિરાસતપ્રેમીઓ પુરાતત્વીય વારસો ઉપર માર્ગદર્શન આપશે

રાજ્ય અને કેન્દ્ર સરકારના સંયુક્ત ઉપક્રમે તા. ૧૮થી ૨૦મે દરમિયાન ત્રિ-દિવસીય પ્રથમ વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ-૨૦૨૨નું આયોજન કરાયું છે.

X

રાજ્ય અને કેન્દ્ર સરકારના સંયુક્ત ઉપક્રમે તા. ૧૮થી ૨૦મે દરમિયાન ત્રિ-દિવસીય પ્રથમ વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ-૨૦૨૨નું આયોજન કરાયું છે. જેમાં વિશ્વના વિરાસત પ્રેમીઓને વડનગરમાં આવેલ ગુજરાતની શાન એવું કીર્તિ તોરણ, તાનારીરીની સમાધિ, શર્મિષ્ઠા તળાવ, બૌદ્ધ વિરાસત, પ્રસિદ્ધ હાટકેશ્વર મંદિર તેમજ પુરાતત્વ વિભાગના ઉત્ખનન દરમિયાન મળી આવેલા વિવિધ ઐતિહાસિક સ્થાનો થી માહિતગાર કરાશે.

રાજ્ય અને કેન્દ્ર સરકારના સંયુક્ત ઉપક્રમે તા. ૧૮થી ૨૦મે દરમિયાન ત્રિ-દિવસીય પ્રથમ વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ-૨૦૨૨નું આયોજન કરાયું છે. આ કોન્ફરન્સની પૂર્વ તૈયારી રૂપે રાજ્યના મંત્રી હર્ષ સંઘવીએ મહાત્મા મંદિરની મુલાકાત લીધી હતી ત્રિ-દિવસીય પ્રથમ વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ-૨૦૨૨ની તૈયારીઓની સમીક્ષા દરમિયાન મહાત્મા મંદિર ખાતે પત્રકારોને સંબોધતા કહ્યું હતું કે દેશ અને દુનિયામાં સૌ પ્રથમવાર કોઇ એક શહેરની વિરાસતને ઉજાગર કરવા વડનગર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ કરાવશે. જેમાં કેન્દ્રીય સાંસ્કૃતિક રાજ્યમંત્રી મીનાક્ષી લેખી ખાસ ઉપસ્થિત રહેશે.

વૈશ્વિક કક્ષાની આ કોન્ફરન્સમાં ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જાપાન, ગ્રીસ અને શ્રીલંકાના આઠ વક્તાઓ તેમજ ભારતભરના ૨૫ વક્તાઓ વડનગરની ઐતિહાસિક વિરાસત અને પુરાતત્વીય વારસો ઉપર માર્ગદર્શન આપશે. મંત્રીએ વધુ માહિતી આપતા કહ્યું હતું કે વૈશ્વિક પરિષદમાં વિવિધ ૬ ચર્ચા સત્રો યોજાશે જેમાં ૨૫૦૦ જેટલા વિરાસત પ્રેમીઓની ઉપસ્થિતિમાં વૈશ્વિક પરિપ્રેક્ષ્ય સાથે વડનગરની સંસ્કૃતિ અને પુરાતત્વીય વારસોને આવરી લેવાશે.આ ત્રિ-દિવસીય કોન્ફરન્સમાં ચાર યુનિવર્સિટીઓ સાથે ઐતિહાસિક સંશોધન-મૂલ્યાંકન માટે એમઓયુ કરશે. એમ.એસ.યુનિવર્સિટી બરોડા ના વિદ્યાર્થીઓ દ્વારા વડનગર ઐતિહાસિક વિરાસત રજૂ કરતું ભવ્ય પ્રદર્શન તૈયાર કરવામાં આવ્યું છે.

Next Story