Connect Gujarat
ગુજરાત

વડોદરા: 111 ફૂટની શિવજીની સુવર્ણ જડિત પ્રતિમાના કરો દર્શન,CMના હસ્તે કરવામાં આવશે લોકાર્પણ

વડોદરા શહેરના સુરસાગર તળાવના મધ્યમાં આવેલી 111 ફૂટની શિવજીની પ્રતિમાને 12 કરોડ રૂપિયાના ખર્ચે સુવર્ણ જડિત કરવામાં આવી છે

X

વડોદરા શહેરના સુરસાગર તળાવના મધ્યમાં આવેલી 111 ફૂટની શિવજીની પ્રતિમાને 12 કરોડ રૂપિયાના ખર્ચે સુવર્ણ જડિત કરવામાં આવી છે. મહા શિવરાત્રિ પર્વ પહેલા જ પ્રતિમાના કપડાનું આવરણ દૂર કરવામાં આવ્યું છે. જોકે પ્રતિમાનું લોકાર્પણ 18 ફેબ્રુઆરીએ મહા શિવરાત્રિ પર્વે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે.

દેવાધિ દેવ મહાદેવની આરાધના કરવાના મહાપર્વ મહા શિવરાત્રિના પાવન દિવસે વડોદરામાં પરંપરાગત રીતે નીકળતી શિવજી કી સવારીની તડામાર તૈયારીઓ સત્યમ શિવમ સુંદરમ સમિતિ દ્વારા શરૂ કરવામાં આવી છે. તની સાથે શહેરના મધ્યબિંદુ સુરસાગર સ્થિત શ્રી સર્વેશ્વર મહાદેવની 111 ફૂટ ઉંચી પ્રતિમા હવે સુવર્ણજડિત થઈ જતા મહાશિવરાત્રી પર્વે તેનું લોકાર્પણ કરવામાં આવશે. લોકાર્પણ પહેલાં આજે પ્રતિમાને ખુલ્લી મુકવામાં આવતા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડ્યા હતા.2017માં શ્રી સર્વેશ્વર મહાદેવની 111 ફૂટ ઉંચી આ દર્શીનીય પ્રતિમાને સુવર્ણ જડિત કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. વડોદરા શહેર-જિલ્લા, દેશ-વિદેશના અનેક દાતાઓએ ઉદાર હાથે ફાળો આપવાની ઇચ્છા વ્યકત કરી હતી. યોગાનુયોગ 5 ઓગષ્ટ 2020ના દિને એકબાજુ અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શ્રી રામ મંદિરના નિર્માણનો પ્રારંભ થયો હતો. અને બીજી બાજુ શિવનગરી વડોદરામાં શ્રી સર્વેશ્વર મહાદેવની પ્રતિમાને સૂવર્ણ આવરણ ચઢાવવાના ભગીરથ કાર્યનો પ્રારંભ થયો હતો.

Next Story