વડોદરા : દારૂની ખાલી બોટલોની આડમાં લઇ જવાતી દારૂની ભરેલી બોટલો ઝડપાય, ટેમ્પામાંથી 200 પેટી દારૂ કબજે કરાયો

ટેમ્પામાંથી 200 પેટી દારૂ કબજે કરાયો

New Update

ગુજરાતમાં ઠેરઠેર બંદોબસ્ત હોવા છતાં પણ આજરોજ રાણેશ્વર ચાર રસ્તા થી ઘડિયાળ સર્કલ જતા માર્ગ પર થી એલસીબીની ટીમ દ્વારા આઈસર ટેમ્પો પકડી પાડવામાં આવ્યો છે.  જેમાં દારૂની ખાલી બોટલોના ભંગારની આડમાં અંદાજિત સાત લાખનો માલ પકડી પાડવામાં આવ્યો છે. જેમાં 100 પેટી બિયર 100 પેટી વિસ્કી પકડી પાડવામાં આવી હતી. સાથે સાથે આઇશર ટેમ્પોના ચાલક ડ્રાઈવર અને કલીનરની પણ ધરપકડ કરવામાં આવી હતી.


રાજ્યમાં ચુસ્ત પણે બંદોબસ્ત હોવા છતાં રાજ્યમાં દારૂ કઈ રીતે પ્રવેશે છે તે એક મોટી ચર્ચાનો વિષય છે લાખો રૂપિયા નો દારૂ કબજે કરવામાં આવ્યો છે.આઇસર ટેમ્પો મળી 14 લાખ રૂપિયા નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

Latest Stories