Connect Gujarat
ગુજરાત

વડોદરા: ભાજપનો ખેસ પહેરી આવનાર લોકોને મફતમાં પેટ્રોલ અપાયું

પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને, વડોદરામાં અનોખું વિરોધ પ્રદર્શન.

X

પેટ્રોલ ડીઝલના વધતાં ભાવ સામે વડોદરામાં ટિમ રિવોલ્યુશન નામની સંસ્થાએ અનોખુ વિરોધ પ્રદર્શ્ન કર્યું હતું. સંસ્થા દ્વારા ભાજપનો ખેસ પહેરી અથવા કાર્ડ લઈને આવેલ લોકોને વિના મૂલ્યે પેટ્રોલનું વિતરણ કરાયું હતું જ્યારે સામાન્ય લોકોને વંદે માતરમ તેમજ ભારત માતાકી જયના નારા લગાવ્યા બાદ પેટ્રોલ આપવામાં આવ્યું હતું.

પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ સામે વિરોધ કરવા વડોદરાની ટીમ રિવોલ્યુશને ભાજપનો ખેસ પહેરીને કે કાર્ડ લઇ આવનારને ફ્રી પેટ્રોલ આપવાની કરાયેલી ઓફરમાં દોઢ કલાકમાં 310 લોકોએ કૂપન મેળવી હતી. કેટલાક લોકો ભાજપનું કાર્ડ લઇને જયારે એક કાર્યકર ભાજપનો ખેસ પહેરીને આવ્યા હતા. સામાન્ય લોકોને વંદેમાતરમ અને ભારત માતાની જય બોલાવ્યા બાદ ફ્રી પેટ્રોલની કૂપન અપાઇ હતી. આ અનોખા વિરોધનો કાર્યક્રમ ભાજપમાં ચર્ચાનો વિષય બન્યો હતો. સોમવારે સવારેથી જ લોકો પેટ્રોલપંપની બહાર મફત પેટ્રોલ લેવા લાઈનમાં ઊભા રહી ગયા હતા.

સંસ્થા દ્વારા દરેકને ગુલાબનું ફૂલ અને રૂા.100ની પેટ્રોલની કૂપન અપાતી હતી. સંસ્થાએ દોઢ કલાકમાં 310 લોકોને રૂા.31 હજારનું પેટ્રોલ મફત આપ્યું હતું. સંસ્થા દ્વારા અનોખા વિરોધ પ્રદર્શનમાં શરત રખાઇ હતી કે, ભાજપના કાર્યકરોએ ખેસ પહેર્યો હોય, ગાડી પર સ્ટીકર લગાવ્યું હોય કે કાર્ડ હોવું જરૂરી હતું. સામાન્ય લોકોને વંદેમાતરમ અને ભારત માતાની જય બોલાવ્યા બાદ ફ્રી પેટ્રોલની કૂપન અપાઇ હતી. ટીમ રિવોલ્યુશનના સ્વેજલ વ્યાસે જણાવ્યું હતું કે, 300 કૂપન વહેંચાઈ ગયા બાદ રોકડા 1 હજાર આપીને લોકોને પેટ્રોલ અપાયું હતું.દોઢ કલાકમાં 310 લોકોને 1-1 લિટર મફત પેટ્રોલ અપાયું હતું. ત્યારબાદ પંપના મેનેજરને રાજકીય દબાણ લાવી રવાના કરી દીધાનો તેઓએ આક્ષેપ કર્યો હતો.

Next Story