વડોદરા: MS યુનિવર્સિટી કેમ્પસમાં થતા ચંદનના વૃક્ષની ચોરીની ઘટનાને ડામવા  પોલીસે ઘડી કાઢ્યો એક્શન પ્લાન

વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી કેમ્પસમાં છાશવારે ચંદન વૃક્ષોની ચોરીની ઘટનાઓ પ્રકાશમાં આવે છે.ત્યારે આ ચોરીને અટકાવવા માટે શહેર પોલીસે એક્શન પ્લાન ઘડી દીધો છે.

New Update
  • એમએસ યુનિવર્સિટીમાં ચંદન વૃક્ષ ચોરીનો મામલો

  • છાશવારે ચંદનના વૃક્ષ ચોરીની બને છે ઘટના

  • પોલીસના ચંદન વૃક્ષની ચોરી અટકાવવાના પ્રયાસ

  • પોલીસે ઘડી કાઢ્યો એક્શન પ્લાન

  • સીસીટીવી સર્વેલન્સ સાથે પોલીસ કરશે નિરીક્ષણ 

વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી કેમ્પસમાં છાશવારે ચંદન વૃક્ષોની ચોરીની ઘટનાઓ પ્રકાશમાં આવે છે.ત્યારે આ ચોરીને અટકાવવા માટે શહેર પોલીસે એક્શન પ્લાન ઘડી દીધો છે.અને સીસીટીવી સર્વેલન્સ દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવશે,

વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી કેમ્પસમાંથી છાશવારે થતા ચંદનના વૃક્ષોની ચોરીના બનાવો રોકવા વડોદરા શહેર પોલીસ તંત્ર હવે ખરેખર એક્શન મોડમાં આવી છે. જેમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ ચંદનના વૃક્ષોની સંખ્યાતેની સુરક્ષા તથા સીસીટીવી સહિતની વ્યવસ્થાનું આજરોજ વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

વડોદરા શહેરમાં ખાસ કરીને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ચંદનના અનેક વૃક્ષો આવેલા છે. જેમાં કેટલાક સમયથી વડોદરાના વિરપ્પનોએ પુષ્પા સ્ટાઇલમાં ચંદનના વૃક્ષોની ચોરી કરવાના બનાવોમાં વધારો કર્યો છે. ત્યારે એમ.એસ.યુનિવર્સિટીની સુરક્ષા એજન્સી ચંદનના વૃક્ષોની રક્ષા કરવામાં સદંતર નિષ્ફળ નીવડી છે. જેને કારણે આજરોજ ચંદનના વૃક્ષોની ચોરીના બનાવો પર રોક લગાવવા માટે વડોદરા શહેર પોલીસ તંત્ર ફુલ એક્શન મોડમાં આવ્યું છે.જેમાં આજરોજ વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારજોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલ તથા ઝોન વન ડીસીપી લીના કોઠિયાના આદેશથી ડીસીબીપીસીબીફતેગંજ પોલીસ તથા  સયાજીગંજ પોલીસ મથકના અધિકારીઓએ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા ચંદનની વૃક્ષોની સંખ્યાતેની સુરક્ષા વ્યવસ્થાસીસીટીવી કેમેરાની પરિસ્થિતિ તેમજ સિક્યુરિટી એજન્સીના પોઇન્ટ અંગે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. 

વડોદરા શહેર પોલીસની આ કામગીરી ખૂબ ઉત્તમ કહેવાય પરંતુ એમ. એસ. યુનિવર્સિટીની સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી જેના શિરે છે તે સિક્યુરિટી એજન્સી માટે આ બાબત ખૂબ જ શરમજનક કહેવાય.

Latest Stories