વડોદરાના PSI અરુણ મિશ્રા બન્યા ગુજરાત પોલીસ દળના "ફિટેસ્ટ કોપ", DGP આશિષ ભાટિયાએ કર્યું સન્માન...

વડોદરા શહેર પોલીસ દળમાં PSI તરીકે કાર્યરત પ્રખર વ્યાયામ પ્રેમી અરુણ મિશ્રાને રાજ્ય પોલીસ દળના ફિટેસ્ટ કોપ એટલે કે, સૌથી તંદુરસ્ત, ચુસ્ત અને સ્ફૂર્તિલા ગણવેશધારી તરીકેનું સન્માન મળ્યું છે.

New Update

વડોદરા શહેર પોલીસ દળમાં PSI તરીકે કાર્યરત પ્રખર વ્યાયામ પ્રેમી અરુણ મિશ્રાને રાજ્ય પોલીસ દળના ફિટેસ્ટ કોપ એટલે કે, સૌથી તંદુરસ્ત, ચુસ્ત અને સ્ફૂર્તિલા ગણવેશધારી તરીકેનું સન્માન મળ્યું છે.

તાજેતરમાં રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ PSI અરુણ મિશ્રાને આ સિદ્ધિ માટે સન્માનિત કરવાની સાથે, કાયદો અને વ્યવસ્થા જાળવવાની કપરી ફરજ સાથે વ્યાયામના મહાવરા દ્વારા સતત દુરસ્તી જાળવવાની ધગશને બિરદાવી હતી. તેમણે આ ચુસ્તી અને સ્ફૂર્તિ કાયમ જાળવવાની કાળજી લેવાની હિમાયત કરતાં જણાવ્યું હતું કે, પોલીસ દળના પ્રત્યેક ગણવેશધારીએ હંમેશા વ્યાયામ સાથે નાતો જાળવી રાખીને, તંદુરસ્તી જાળવવી જોઈએ. આ એક સંપદા છે જે બહેતર કામ કરવાની શક્તિ આપે છે. અરુણ મિશ્રા એ આ સફળતા અંગે જણાવ્યું હતું કે, ફરજની ખૂબ વ્યસ્તતા વચ્ચે પણ શક્ય હોય દૈનિક વ્યાયામ કરવાનું ચૂકતો નથી.

મન વ્યાયામ એક પૂજા અને જીમ એક મંદિર છે, જેના માધ્યમથી સતત તંદુરસ્તી, ચુસ્તી અને સ્ફૂર્તિ જાળવી રખાય છે જે પોલીસ ફરજોમાં ખૂબ ઉપયોગી છે. ઉપરાંત તેઓ દળના જવાનો અને લોકોને સોશિયલ મીડિયાના વોટ્સેપ, ફેસબુક અને ઇન્સ્ટાના માધ્યમોનો ઉપયોગ કરીને વીડિયો પોસ્ટ દ્વારા સતત આ બાબતમાં માર્ગદર્શન અને સંદેશ આપે છે. શારીરિક ચુસ્તી અને તંદુરસ્તી જાળવવાથી મનની સ્થિરતા વધે છે, જે કટોકટીની ઘડીઓમાં યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે. તેના ઘણાં લાભો છે. પોલીસ જવાને માત્ર દળમાં પસંદગી માટે નહીં પણ આજીવન વ્યાયામ માટે સમય ફાળવવો જ જોઈએ વધુમાં તેવું જણાવ્યુ હતું.

#Ashish Bhatia #PSI #Arun Mishra #DGP #BeyondJustNews #Connect Gujarat #fittest cop #honored #Gujarat Police Force #Vadodara
Here are a few more articles:
Read the Next Article