વડોદરા : આજવા સરોવરના 62 દરવાજાના સમારકામની કામગીરી પૂર્ણતાના આરે, પાણીના સંગ્રહની ક્ષમતામાં ફેરફાર કરાયો

આજવા ડેમના 62 દરવાજાના ગેટનું સમારકામ પૂર્ણ પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં પાણી પૂરું પાડવાનું આયોજન 62 દરવાજામાંથી પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવે છે

New Update
વડોદરા : આજવા સરોવરના 62 દરવાજાના સમારકામની કામગીરી પૂર્ણતાના આરે, પાણીના સંગ્રહની ક્ષમતામાં ફેરફાર કરાયો

વડોદરા શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારના લોકોને પાણી પૂરું પાડનાર આજવા સરોવરના 62 દરવાજાનું કામ ઘણા દિવસોથી ચાલી રહ્યું હતું. જેનું સમારકામની કામગીરી પૂર્ણ થવાને આરે છે.

વડોદરા શહેરના આજવા સરોવરના 62 દરવાજાના ગેટના સમારકામ કરવાની કામગીરી પૂર્ણતાના આરે છે. દર વર્ષે ચોમાસા પૂર્વે કરવામાં આવતી સમારકામની મોટાભાગની કામગીરી થઈ ગઈ છે. 62 દરવાજાના ગોળા બહાર કાઢવા, લેવલીંગ કરવું, દરવાજા સેટીંગ કરવા, કલર કામ કરવું, ગ્રેફાઇટ પાવડર કોટિંગ કરવું વગેરે કાર્ય લગભગ થઇ ગયું છે. વડોદરા શહેરમાં પીવાનું પાણી પૂરું પાડતા ઐતિહાસિક આજવા સરોવર જ્યારે ઓવરફ્લો થાય છે, ત્યારે તેનું પાણી આ 62 દરવાજામાંથી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવે છે. આજવા સરોવરના પાણી માટે સામાન્ય રીતે દરવાજાનું લેવલ 214 ફૂટે સેટ કરવામાં આવે છે. પરંતુ વરસાદ અને તંત્રની મળતી સૂચનાના આધારે લેવલમાં ફેરફાર કરવામાં આવતો હોય છે. આ વખતે હજી લેવલ સેટ કરવાનું બાકી છે. આ તમામ દરવાજા એકદમ સરળતાથી ચાલે તે માટે ઓઇલિંગ કરવા ઉપરાંત તેની મજબૂત લોખંડની સાંકળ તેમજ પુલ વગેરેને કાટ લાગે નહીં તે માટે ગ્રેફાઇટ પાઉડર પણ ઘસવામાં આવે છે અને આ કામગીરી કર્મચારીઓ મેન્યુઅલી કરી રહ્યા છે.

Read the Next Article

હવામાન વિભાગે આગામી સાત દિવસ ભારે વરસાદની કરી આગાહી, કેટલા જિલ્લામામાં યલો એલર્ટ કર્યું જાહેર

રાજ્યમાં હાલ કેટલાક જિલ્લામાં વરસાદે વિરામ લેતા ફરી ગરમી અને બફારાની સ્થિતિ સર્જાઇ છે. હાલ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના જિલ્લામાં વરસાદે વિરામ લેતા ફરી ગરમી અને

New Update
varsad

રાજ્યમાં હાલ કેટલાક જિલ્લામાં વરસાદે વિરામ લેતા ફરી ગરમી અને બફારાની સ્થિતિ સર્જાઇ છે. હાલ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના જિલ્લામાં વરસાદે વિરામ લેતા ફરી ગરમી અને ઉકળાટની સ્થિતિ સર્જાઇ છે.

હવામાન વિભાગે આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદની શક્યતાને જોતા કેટલાક વિસ્તારમાં ઓરેંજ તો કેટલા જિલ્લામામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે ખાસ કરીને ત્રણ જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. જેને લઇને ઓરેંજ એલર્ટ જાહેર કર્યું છે. ભારે વરસાદની શક્યતાને જોતા માછીમારોને સાત દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે.

ત્રણ જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ

  • સાબરકાંઠા
  • અરવલ્લી
  • મહીસાગર

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરી છે.આજે સૌરાષ્ટ્રના અમરેલી,પોરબંદર સહિતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહીને લઇને યલો એલર્ટ જાહેર કરે છે.  

Latest Stories