વડોદરા : રૂ. 230 કરોડના ખર્ચે નિર્માણ પામેલ "અટલ બ્રિજ"નું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું...

New Update
વડોદરા : રૂ. 230 કરોડના ખર્ચે નિર્માણ પામેલ "અટલ બ્રિજ"નું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું...

દેશભરમાં આજે સુશાસન દિવસની કરાય છે ઉજવણી

મુખ્યમંત્રીના હસ્તે નવા ફ્લાય ઓવર બ્રીજનું લોકાર્પણ

ગુજરાત રાજ્યમાં શહેરી વિસ્તારનો સૌથી લાંબો બ્રિજ

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારત રત્ન અને દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેઇના જન્મદિન એવા સુશાસન દિવસે વડોદરા ખાતે નવા ફ્લાય ઓવર બ્રીજનું લોકાર્પણ કર્યું હતું. રુ. 230 કરોડના ખર્ચે નિર્માણ પામેલો આ બ્રિજ "અટલ બ્રિજ"ના નામે ઓળખાશે. 3.50 કિલોમીટર લાંબો આ બ્રિજ ગુજરાતનો શહેરી વિસ્તારનો સૌથી લાંબો બ્રિજ છે. બ્રિજના લોકાર્પણ અવસરે મુખ્યમંત્રીએ સંબોધનમાં જણાવ્યુ હતું કે, રાજ્ય સરકારે નાનામાં નાના માનવીને કોઈ તકલીફ ન પડે તેવી સુશાસનિક વ્યવસ્થાઓનું નિર્માણ કર્યું છે. વધુમાં મુખ્યમંત્રીએ ગૌરવભેર કહ્યું હતું કે, "જે કહેવું એ કરવું અને કરી શકાય એટલું જ કહેવું" એ પ્રધાનમંત્રીની કાર્ય સંસ્કૃતિ અમને વારસામાં મળી છે. જનશક્તિએ અમારા પર મુકેલા અપાર વિશ્વાસને અમારી ટીમ ક્યારેય તૂટવા નહીં દે.

Latest Stories