/connect-gujarat/media/post_banners/00cdceb158f7eb5cda3673a287a05b731b66f790905a3f9a1d728644d83cb950.jpg)
ભારતીય સરહદ પર દેશની સુરક્ષા કરતા જવાનોની આંખની સુરક્ષા માટે સક્ષમ ભારત અભિયાન હેઠળ સેફ્ટી ગોગલ્સ મોકલવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, ત્યારે લોકદ્રષ્ટિ ચેરીટેબલ ટ્રસ્ટ, ચક્ષુબેન્ક તેમજ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના સંયુક્ત ઉપક્રમે પ્રથમ તબક્કામાં 2500 જેટલા સેફટી ગોગલ્સ મોકલવામાં આવ્યા હતા.
વડોદરા શહેરના માંજલપુર સ્થિત વ્રજધામ મંદિરના સંકુલમાં યોજવામાં આવેલ સમારોહમાં વૈષ્ણવાચાર્ય પુજ્યપાદ વ્રજરાજકુમારજીની પ્રેરિત સંસ્થા VYO, લોકદ્રષ્ટિ ચેરીટેબલ ટ્રસ્ટ અને ચક્ષુબેન્કના સહયોગથી સરહદ પરના જવાનોની આંખોની સુરક્ષા માટે સેફટી ગોગલ્સ પહોંચાડવા માટેના અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. VYO સંસ્થા દ્વારા લોકદ્રષ્ટિ સંસ્થાને રૂપિયા 1 લાખનું દાન પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શહેરના મેયર કેયુર રોકડીયા, લોકદ્રષ્ટિ ટ્રસ્ટના પ્રમુખ પ્રફુલભાઈ, સ્થાનિક કોર્પોરેટર કલ્પેશ પટેલ ઉપસ્થિત રહી સેફટી ગોગલ્સને સરહદ સુધી પહોંચાડવાના રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ સેફટી ગોગલ્સને કારણે ભારતની જમ્મુ કાશ્મીર અને પૂંછ બોર્ડર પર કાર્યરત જવાનોની આંખોની સુરક્ષા માટે ઉપયોગમાં લેવાશે. સરહદ પર ગોળીબાર, બરફ વર્ષા તેમજ પ્રકાશમાં આંખોની રક્ષા કાજે આ ગોગલ્સ મહત્વના પુરવાર સાબિત થશે.