વડોદરા : આખું ટેબલ ભરાય જાય તેટલી ગાંઠોથી પાદરાના યુવકને SSG હોસ્પિટલના તબિબોએ મુક્તિ અપાવી...

સામાન્ય રીતે આપણે સરકારી હોસ્પિટલમાં પડતી મુશ્કેલીઓ અને સુવિધાની અછત પર ધ્યાન વધારે કેન્દ્રિત કરતા હોઇએ છીએ.

વડોદરા : આખું ટેબલ ભરાય જાય તેટલી ગાંઠોથી પાદરાના યુવકને SSG હોસ્પિટલના તબિબોએ મુક્તિ અપાવી...
New Update

સામાન્ય રીતે આપણે સરકારી હોસ્પિટલમાં પડતી મુશ્કેલીઓ અને સુવિધાની અછત પર ધ્યાન વધારે કેન્દ્રિત કરતા હોઇએ છીએ. પરંતુ આ જ સરકારી હોસ્પિટલમાં કેટલીક વખત ઐતિહાસીક સર્જરી સફળતા પૂર્વક પાર પાડવામાં આવતી હોય છે. સરકારી હોસ્પિટલોની આ સારી બાબતોને નકારી શકાય તેમ નથી. વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલમાં પણ આવું જ કંઇક બન્યું છે.

ગતરોજ મધ્ય ગુજરાતમાં મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે આવેલા 40 વર્ષિય યુવકના શરીરમાંથી 73 જેટલી ગાંઠો દુર કરાઇ છે. આ સર્જરીએ વિશ્વમાં નોંધાયેલો છેલ્લો રેકોર્ડ તોડ્યાનો દાવો કરવામાં આવ્યો છે. મધ્ય ગુજરાતમાં સૌથી સુવિધાસભર સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ વડોદરામાં આવેલી છે. અહિંયા સારવાર લેવા માટે માત્ર વડોદરા જ નહીં પરંતુ રાજ્યભરમાંથી તથા રાજ્ય બહારથી પણ અનેક લોકો આવતા હોય છે. વડોદરાની એસએસજી હોસ્પિટલમાં અનેક પડકારજનક સર્જરી સફળતા પૂર્વક પાર પાડવામાં આવી છે. પરંતુ સામાન્ય રીતે નાની-મોટી અસુવિધાઓને કારણે સરકારી હોસ્પિટલ વધારે ચર્ચામાં રહેતી હોય છે. ગતરોજ એસએસજી હોસ્પિટલમાં એક ઐતિહાસીક ઓપરેશન સફળતા પૂર્વક પાર પાડવામાં આવ્યું છે. આ અંગે વિગતવાર જાણીને તમને એસએસજી હોસ્પિટલના તબિબો તથા સ્ટાફ પર ગર્વ થશે એ વાત નક્કી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરા પાસે આવેલા પાદરા તાલુકાના મુવાલ ગામે 40 વર્ષનો યુવક નગીન દેવજીભાઇ રોહિત રહે છે. છેલ્લા 10 વર્ષથી યુવકના શરીરના વિવિધ ભાગોમાં ગાંઠો થઇ રહી હતી. છેલ્લા 2 વર્ષથી ગાંઠો મોટી થતી હોવાનું તેમણે અનુભવ્યું હતું. ગાંઠો મોટી થતી હોવાના કારણે તેની અસર યુવકના શરીર પર પડી રહી હતી, અને તેના દુખાવો શરૂ થયો હતો. યુવકને છેલ્લા એક મહિનાથી પીઠમાં સતત દુખાવો રહેતો હતો. તેની સાથે જ્યારે તે ચાલે ત્યારે તેને પગમાં દુખાવો અનુભવાતો હતો. દિવસેને દિવસે યુવકની પીડામાં વધારો નોંધવામાં આવ્યો હતો. સમસ્યાનું નિરાકરણ લાવવા માટે યુવકે પાદરામાં તબિબનો સંપર્ક કર્યો હતો. તબિબે યુવકને એસએસજી હોસ્પિટલમાં રીફર કરી દીધો હતો. એસએસજી હોસ્પિટલમાં ગત તા. 17 ડિસેમ્બરના રોજ યુવક નગીન રોહિત એડમીટ થયો હતો. જે બાદ તેની તપાસ હાથ ધરવામાં આવતા તેના શરીર પર 2 ઇંચથી લઇને 5 ઇંચ જેટલું કદ ધરાવતી 73 ગાંઠો આવેલી હોવાનું નિદાન થયું હતું. એસએસજી હોસ્પિટલમાં નિષ્ણાંત તબિબોની ટીમ દ્વારા નગીનનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અને નગીનના શરીરમાંથી 73 ગાંઠોને દુર કરી દેવામાં આવી હતી. ડો. આદિશ જૈનના જણાવ્યા અનુસાર, આ ઘટના એક વિશ્વ રેકોર્ડ છે. અત્યાર સુધીમાં એક જ ઓપરેશનમાં 68 ગાંઠો દુર કરવાનો રેકોર્ડ નોંધાયો છે. આ ઐતિહાસીક સર્જરીમાં ઓપરેશન ટીમમાંથી ડો. આદિશ જૈન, સંદિપ રાવ,અશ્વિન કાનકોટીયા, આલોક હતા, જ્યારે એનેસ્શેસિયા ટીમમાંથી ડો. સ્વાતિ અને ડો. દેવ્યાની હાજર રહ્યા હતા.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #SSG Hospital #Young man #doctors #Padra #tumors
Here are a few more articles:
Read the Next Article