SOG પોલીસે 2 હત્યાના ગુનાના આરોપીની ધરપકડ કરી
છેલ્લા 8 વર્ષથી ફરાર પ્રેમી પંખીડા પાનીપતથી ઝડપાયા
બન્ને પ્રેમી પંખીડાઓ 2 હત્યાના ગુનામાં જેલમાં હતા કેદ
જેલમાં આંખો મળતા બન્ને પેરોલ જમ્પ કરી હતા ફરાર
બન્ને હત્યારા પ્રેમી પંખીડાઓ પોલીસના પાંજરે પુરાયા
વલસાડ જિલ્લા SOG પોલીસે જુદાજુદા 2 હત્યાના ગુનાના આરોપી કે, જેઓ છેલ્લા 8 વર્ષથી ફરાર હતા. તેવા પ્રેમી પંખીડાઓની પાનીપતથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વલસાડ જિલ્લા પોલીસની ગિરફતમાં ઉભેલા યુવક-યુવતી આપને માસુમ લાગતા હશે. પણ બન્ને પ્રેમી પંખીડાઓ છે. જેમને વલસાડ SOG પોલીસે પાનીપતથી ઝડપી પાડ્યા છે. વલસાડના લીલાપોર ગામની કિન્નરી પટેલ નામની યુવતી 8 વર્ષ અગાઉ વલસાડના એક ગામમાં પોતાના પ્રેમી અને પતિની હત્યાના ડબલ મર્ડરના ગુનામાં પોલીસના હાથે ઝડપાઈ હતી. હત્યારી આ યુવતી જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહી હતી. તો યુવક રિયાઝ મનસુરી સુરતમાં હત્યાના એક ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો. આ યુવક અને યુવતી બન્નેની જેલમાં આંખો મળી અને જેલમાં જ પ્રેમ પાંગર્યો હતો. આખરે પેરોલ પર છૂટી બન્નેએ ફરાર થઈ લગ્ન કરી પાનીપતમાં નવું જીવન શરૂ કર્યું હતું. જોકે, તેમના ગુનાહિત ભૂતકાળે તેમનો પીછો ન છોડ્યો, અને આખરે 8 વર્ષ બાદ બન્ને હત્યારા પ્રેમી પંખીડાઓ પોલીસના પાંજરે પુરાયા છે.
સમગ્ર મામલે પોલીસે આરોપી યુવક યુવતીની આગવી ઢબે પૂછપરછ કરી હતી. આ બન્ને હત્યાના પાનીપતમાં નાની દુકાન થકી પોતાનું ગુજરાન ચલાવતા હતા. લગ્ન જીવન દરમિયાન તેઓને બાળક પણ થયું હતું. અત્રે ઉલ્લેખનીય સે કે, ગંભીર ગુનાઓમાં જેલની સજા ભોગવતા કેદીઓમાં પરિવર્તન પણ આવે છે. ક્યારેક આરોપીઓ પોતાના પાપોનું પ્રાયશ્ચિત પણ કરી જેલની બહાર આવીને સીધી રીતે એક સામાન્ય નાગરિકની જેમ સાદુ જીવન શરૂ કરે છે, તો ક્યારેક કોઈ આરોપી જેલમાં સજા ભોગવવા છતાં પણ જેલમાં અન્ય સાથી કેદીઓના સંપર્કમાં આવી ગુનાઓની દુનિયામાં વધુ ઊંડા ઉતરે છે. જોકે, આ કિસ્સામાં યુવક અને યુવતી બન્ને હત્યાના ગુનામાં જેલમાં બંધ હતા. અગાઉ કરેલા કુકર્મો અને પાપોએ તેમનો પીછો ન છોડ્યો. આખરે કરેલા પાપોના ભાગરૂપે ફરી તેઓને જેલમાં બંધ થવાનો વારો આવ્યો છે.