-
BRC ભવન ખાતે જિલ્લા ફેર બદલી કેમ્પનું આયોજન
-
ફેર બદલી કેમ્પમાં હાજર શોક્ષકોએ મચાવ્યો હોબાળો
-
235માંથી 117 બેઠક અગ્રતા આપવામાં આવતા વિરોધ
-
જિલ્લા બહારના શિક્ષકોને અન્યાય થતો હોવાનો આક્ષેપ
-
અન્ય જગ્યા માટે ઓનલાઈન અરજીને લઈ શિક્ષકોમાં રોષ
વલસાડ BRC ભવન ખાતે આયોજિત જિલ્લા ફેર બદલી કેમ્પમાં હાજર રહેલા શિક્ષકોએ હોબાળો મચાવી બદલીની પ્રક્રિયાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
વલસાડના BRC ભવન ખાતે વર્ષ 2024 અંતર્ગત જિલ્લા ફેર બદલી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં બહારથી શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ શિક્ષણ વિભાગના પરિપત્ર મુજબ 235માંથી 117 બેઠક પર અગ્રતા આપવામાં આવી હોય અને અન્ય બેઠકો ઓનલાઇનથી ભરવામાં આવશે તેવું જણાવતા શિક્ષકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. શિક્ષકો દ્વારા સૂત્રોચાર કરીને સમગ્ર બાબતનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો. સમગ્ર બાબતને લઈને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા તા. 16 નવેમ્બર 2024ના રોજ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં શ્રેયાનતા અને અગ્રતા મુજબ જિલ્લા ફેર બદલી કરવામાં આવશે, ત્યારે આ મામલે સરકારના પરિપત્ર મુજબ જ કાર્યવાહી કરવામાં આવશે. તો બીજી તરફ, 400થી 500 જેટલા શિક્ષકોને ફેર બદલીથી અસર થશે તેવું શિક્ષકોનું માનવું છે.