વલસાડ :  સગીર દીકરીની સારવારના બહાને શિયળ લૂંટતો ઢોંગી ભુવો,પોલીસે દુષ્કર્મીની  કરી ધરપકડ

વલસાડ જિલ્લાના કપરાડાના આશલોણા ગામમાં દેવળના ભુવાએ સગીરાની બીમારી દૂર કરવાના બહાને હવસનો શિકાર બનાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ...।

New Update
  • અંધશ્રદ્ધામાં સગીર દિકરીનું શિયળ લૂંટાયું

  • ભુવાએ બીમાર યુવતી સાથે આચર્યું દુષ્કર્મ

  • માતાપિતા સારવાર માટે દીકરીને લઈ ગયા હતા

  • ભગત ભુવાએ આચરેલા કૃત્યથી ચકચાર

  • પોલીસે લંપટ ભુવાની કરી ધરપકડ  

વલસાડ જિલ્લામાં ભગત ભુવાના ચક્કરમાં એક સગીરા દુષ્કર્મનો ભોગ બની હતી. કપરાડાના આશલોણા ગામમાં દેવળના ભુવાએ સગીરાની બીમારી દૂર કરવાના બહાને હવસનો શિકાર બનાવી હોવાની ફરિયાદ નોંધાઈ હતી,અને પોલીસે આરોપી હવસખોર ભુવાની ધરપકડ કરી હતી.

વલસાડ જિલ્લાના પારડી તાલુકાની 14 વર્ષીય કિશોરી એક મહિનાથી બીમાર રહેતી હતી. દવાથી સાજી ન થતાં તેના માતા-પિતા તેને કપરાડા તાલુકાના આસલોણા ગામે રહેતા શંકર તડવી નામના ભુવા પાસે લઈ ગયા હતા. ભગત તરીકે ઓળખાતા આ ભૂવાએ સારવાર અને પ્રાર્થના કરવાના બહાને વાલીઓને વિશ્વાસમાં લીધા અને કિશોરીને ત્રણ દિવસ માટે પોતાની પાસે મૂકી જવા જણાવ્યું હતું.

કિશોરીના માતા-પિતાએ ભુવા પર વિશ્વાસ રાખીને દીકરીને ત્યાં મૂકી પોતાના ઘરે પરત ફર્યા હતા. આ દરમિયાન લંપટ ભુવા શંકર તડવીની દાનત બગડી હતી. તેણે કિશોરીને ગામમાં આવેલા ડુંગર પર લઈ જઈ સારવારના નામે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

કિશોરીએ ઘરે જઈ માતા-પિતાને આ અંગેની જાણ કરતા તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. માતાએ તાત્કાલિક કપરાડા પોલીસ મથકમાં લંપટ ભુવા શંકર તડવી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે કપરાડા પોલીસે હવસખોર ભગત શંકર તડવીની ધરપકડ કરીને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. બીમારી દૂર કરવાના બહાને ભૂવાએ આચરેલા આ દુષ્કર્મથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

Latest Stories