/connect-gujarat/media/post_banners/d3b538956e7b46798581024495b082c9fe6a53bcd7305f69a9e4cd95d003a165.jpg)
વલસાડ ક્રાઇમ બ્રાન્ચે બગવાડા હાઇવેથી ચેકિંગ દરમ્યાન કેશવાન રોકી તપાસ કરતાં વાનમાં રૂપિયાને બદલે દારૂનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી
વલસાડ ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ દિવાળીના તહેવારને અનુલક્ષીને પારડી નેશનલ હાઈવે પર ચેકિંગમાં ફરતા .આ દરમિયાન રૂપિયાની ડિલેવરી કરતી એક કેશવાન નંબર MH-48-CB- 0665 ને અટકાવી હતી અને કેશવાનના પાછળની બંધ બોડીમાં લોક માર્યું હતું પરંતુ પોલીસને શંકા હોવાથી આ વાનનું લોક ખોલાવી ચેક કરતાં વાનમાં કેશના બદલે વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.કેશ વાનમાંથી કુલ રૂપિયા 4લાખથી વધુનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.